<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

સાવધાનઃ શેઠ ‘માલ બતાવોને' અને બીજો જોડીદાર ખાનામાંથી રૂા.ઊઠાવવાનું કામ કરે

કેશોદની બજારમાં ફરતી તસ્‍કર ટોળકીની વાતઃ-

(દિનુભાઇ દેવાણી- દ્વારા) કેશોદ તા.૨: છેલ્લા કેટલાક દિવસોથી સ્‍થનિક કેશોદની બઝારમાં તસ્‍કર ટોળકી ફરી રહી છે. આ ટોળકી કોઇપણ દુકાને અને ખાસ કરી અને જયાં જે તે વ્‍યાપારી પોતાની દુકાનમાં એકલા હોય ત્‍યારેજ આ ટોળકી જાય છે અને વ્‍યાપારીને કહે છે શેઠ માલબતાવોને શેઠ માલ બતાવવામાં રહે છે અને આ કહેવાતા ધરાક સાથે આવેલો બીજો માણસ શેઠની દુકાનમાં રહેલા ટેબલમાં થી રૂા. ઊપાડવાનું કામ કરે છે.

તાજેતરમાં આવા બે કિસ્‍સા બન્‍યા હોવાનું બહાર આવેલ છે. જોકે આ બાબતથી કોઇપોલીસ ફરિયાદ થયેલ નથી જેને વ્‍યાપારોની સતર્કતાના કારણે તેની રકમ બચી  ગયેલ છે. પરંતુ બંને કિસ્‍સા બન્‍યા છે. એ હકીકત છે.

પહેલા બનાવ બન્‍યો હતો એક વ્‍યાપારીની દુકાને આ દુકાનમાં જે તે વ્‍યાપારી સહિત બે માણસો કામ કરે છે. બપોરના સમયે દુકાનનો માણસ જમવા ગયો હતો. અને ત્‍યારે બે વ્‍યકિત આવી હતી એક વ્‍યકિતએ આવી કહ્યું શેડ સિમેન્‍ટ બતાવોને તો શેઠ પોતાની દુકાનમાં પડેલી સિમેન્‍ટ આ વ્‍યકિતને બતાવવા માટે પોતાની બેઠક ઉપરથી ઉભા થઇ સિમેન્‍ટની થેલી પડી હતી ત્‍યાં જઇ આ વ્‍યકિતને ભાવ-તાલ કવોલીટી વિગેરે અંગે સમજાવવા લાગ્‍યા તો તેની સાથે આવી નજીકની ખુરશી ઉપર બેઠેલી વ્‍યકિતએ દુકાનના ટેબલનું ખાનુ ખોલી અંદર રહેલી વ્‍યાપારની રકમ ઊપાડીલઇ ટેબલનું ખાનુ બ઼ધ કરી દીધું

દરિમયાન આ દુકાનમાં કામ કરતો માણસ બરાબર એજ સમયે આવ્‍યો તેણે આ દશ્‍ય બરાબર જોયુ જેથી કોઇ પૂછયાસિવાય ટેબલમાંથી રકમ ઊપાડનાર તસ્‍કર ઉપર તૂટીજ પડયો અને તસ્‍કરના હાથમાં રહેલી રકમ ઉપાડનાર તસ્‍કર ઉપર તૂટી જ પડયો અને તસ્‍કરના હાથમાં રહેલી રકમ નીચે પડી ગઇ આમ થતા બંને તસ્‍કરો કાંઇ જોયા પૂછયા કે સાંભળ્‍યા સિવાય ભાગી ગયા.

આવી જ  બીજી હકીકત છે અંડરવેર વહેચતા એક વ્‍યાપારીની આ વ્‍યાપારીની દુકાનમાં કોઇ પગારદાર માણસ નથી પરંતુ પતિ-પત્‍ની બેજ પોતાનો આ બીઝનેશ ચલાવે છે. આ દુકાને પણ બરાબર બપોરના સમયે ત્રણ વ્‍યકતી ગઇ હતી. એક ગંન્‍જી બતાવવાની વાત કરી અને પોતા ને લેવાજ છે તેમ કહી ૫૦૦ રૂા. ની નોટ એડવાન્‍સમાં આપી દીધી. પછી દુકાનમાં એકલાજ રહેલા બહેન પોતાની બેઠક ઉપરથી ઉભા થઇ સામેના ટેબલ ઉપર ગયા અને દુકાનના ધોડામાં રહેલા ગંન્‍જીનું બોકસ કાઢી બતાવવા લાગ્‍યા અને ત્‍યારે જેણે ૫૦૦ રૂા. એડવાન્‍સ આપેલ હતા તે આ દુકાનના વેપારની રકમ જે ખાનમાં રાખવામાં આવતી હતી ત્‍યાં ઊભો રહ્યો હતો તેને ઝડપથી રોકડ રકમવાળાખાના તરફ પોતાનો હાથ લંબાવ્‍યો અને કુદરતી આ બહેનની નજર તેના તરફ ખેચાણી તેણે તુરત જ આ તસ્‍કરોનો ઇરાદો પારખી લીધો અને ઉગ્ર થઇ આ ત્રણેને તેના ૫૦૦ રૂા. પરત આપી પોતાને માલ વહેચવો નથી તેમ કહી ત્રણેને રવાના કરી દીધા.

આમ ઉપરોકત બંને વ્‍યાપારીને રકમ આ તસ્‍કરોના હાથમાં જતા બચી ગઇ બંને વ્‍યાપારીઓ એ આ રંગેની પોલીસમાં કોઇ જાણવા જોગ સામાન્‍ય અરજી પણ આપેલી નથી પરંતુ આ બંને ઘટના બની છે એ નકકર હકિકત છે બપોરના સમયે દુકાનમાં ફકત એક જ વ્‍યકિત હોય અને ખાસ કાંઇ ધરાકીનો સમય ના હોય ત્‍યારેજ આવા લોકો પોતાનો શિકાર શોધે છે તે આ બંને હકિકત ઉપરથી ફલિત થાય છે.

(10:39 AM IST)