News of Monday, 2nd December 2024
વાંકાનેર પોલીસ દ્વારા ટ્રાફિક ઝૂંબેશ ત્રણ ટીમ દ્વારા ૮૧ વાહનો ડિટેઇન

રાતીદેવડી-પંચાસર રોડ ઉપર પુલ બેસી ગયા બાદ ટ્રાફિકનું નિરાકરણના બદલે દંડ ફટકારાતા વાહન ચાલકોમાં રોષ
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર :.. વાંકાનેર શહેરમાં ર્પાકિંગ વ્યવસ્થા ના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહન થી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવરે જોવા મળતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ત્રણ ટીમો જુદા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે ખડકી દેતા ૮૧ નાના મોટા વાહનો ને ડીટેઇન કરવામાં આવ્યા હતા અને ઈં ૧૫,૧૦૦ નો હાજર દંડ વસુલ કરવામાં આવ્યો છે.
વરસાદ અતિ ભારે પડતા રાતીદેવડી પંચાસર રોડ નો બાયપાસ પુલ બેસી ગયા પછી ઉભો કરવામાં તંત્ર દ્વારા હજુ શરૂ ન થતા ટ્રાફિકનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે જેના પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો નો ભોગ વાંકાનેરના રહીશો સહિત વાંકાનેરમાં પસાર થતા વાહન ચાલકો ભોગ બની રહ્યા છે ભારે વાહનો પ્રવેશ રાતી દેવડી પંચાસર બાયપાસ પુલ બેસી જતા સિટીમાં શરૂ કરવાતા હાલાકી વધી છે છતાં પોલીસ નો કાફલો નાના મોટા વાહન ચાલકોને દંડ ફટકારી રહ્યું છે જે મંદી મોંઘવારી બેરોજગારીના માહોલમાં નાના મોટા વાહન ચાલકો માટે પડ્યા પર પાટુ સમાન બન્યું છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
