<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

પોરબંદરના બરડા ડુંગરમાં દેશી દારૂની વધુ૩ ભઠ્ઠીઓ ઝડપાઇઃ ર૬૦૦ લીટર આથો મળ્‍યો

તમામ આરોપીઓ નાસી ગયાં: આથો અને ભઠ્ઠીના સાધનો મળીને પોણા લાખનો મુદામાલ જપ્‍ત

પોરબંદર તા. રઃ નજીકના બરડા ડુંગરમાં દારૂ દૂષણ સદંતર બંધ કરાવવા પોલીસ કડક પગલા ભરી રહી છે. બરડા ડુંગરમાં પોલીસે મેગા ડ્રાઇવ કરીને દેશી દારૂની વધુ ૩ ભઠ્ઠીઓ પકડી પાડી હતી. દારૂ દરોડા વખતે તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. દારૂની ત્રણેય ભઠ્ઠીઓ ઉપરથી દારૂનો તૈયાર ર૬૦૦ લીટર આથો મળી આવ્‍યો હતો.

નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍ય શ્રી સુરજીત મહેડુ તથા રાણાવાવ પોલીસ સ્‍ટેશન પોલીસ ઇન્‍સ શ્રી એન. એન. તળાવીયા તથા એલ.સી.બી.શાખા ઇ/ચા પોલીસ ઇન્‍સ આર. કે. કાંબરીયા તથા રાણાવાવ પોલીસ સ્‍ટેશન તથા એલ.સી.બી.શાખા પોરબંદરના પોલીસ સ્‍ટાફના સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી રાણાવાવ બરડા ડુંગર વિસ્‍તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવા પેટ્રોલીંગ સર્ચે કરી અલગ-અલગ જગ્‍યાએ રેઇડો કરી એલ.સી.બી.શાખાના પોલીસ હેડ.કોન્‍સ હિમાંશુ વાલાભાઈ તથા પો.કોન્‍સ નટવર દુદાભાઈ ને મળેલ બાતમી રાહે દેશી દારૂની ૩ ભઠ્ઠીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબિશનના ગુન્‍હાઓ રજી. કરાવેલ છે.

બરડામાં દેશી દારૂના દરોડામાં (૧) હાજર નહીં મળેલ મજકુર આરોપી મેરા જેસાભાઈ મોરી રહે ફુલજરનેશ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લી દેશી દારૂ બનાવવાનો આથી લીટર-૧૨૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૩૪,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ તેમજ (૨) હાજર નહી મળેલ રાજુ ભીમાભાઇ રબારી રહે.હાલ રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા મુળ રહે.ફુલજરનેશ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.૮૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૨૪,૨૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો તેમજ (૩) હાજર નહી મળેલ રામા બધાભાઇ કોડીયાતર રહે વિજફાડીયાનેશ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.૫૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૭,૮૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો.

આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભગીરથસિંહ જાડેજા તથા ના.પો.અધિ. શ્રી સુરજીત મહેડુ તથા એન.એન.તળાવીયા પોલીસ ઇન્‍સ રાણાવાવ આર.કે.કાંબરીયા ઇ/ચા પોલીસ ઇન્‍સ એલ.સી.બી.શાખા પોરબંદર તથા વી.ડી.વાધેલા પોલીસ સબ.ઇન્‍સ રાણાવાવ તથા રાણાવાવ પોલીસ સ્‍ટેશનના પોલીસ હેડ કોન્‍સ. બી.જે.દાસા તથા પો.કોન્‍સ, સરમણ દેવાયતભાઇ તથા સંજય વાલાભાઇ તથા દેવેન્‍દ્રસિંહ રણજીતસિંહ તથા પોરબંદર એલ.સી.બી.ના એ.એસ.આઇ. બી.એલ.વિઝુંડા તથા પોલીસ હેડ કોન્‍સ. આર.એ.દયાતર તથા જી.એસ મકવાણા તથા થુ.કે.વરૂ તથા પો.કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ દશરથસિંહ તથા દુલા લખમણભાઇ તથા અજય લખમણભાઈ તથા સલીમ બદરૂદીન તથા નટવર દુદાભાઇ તથા રાણાવાવ ફોરેસ્‍ટર વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ પરબત જાદવભાઈ દ્રારા કરવામાં આવેલ હતી.

(11:49 AM IST)