તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 2nd December 2024
પોરબંદરમાં છેતરપીંડીના ગુન્હામાં ૨૩ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતું પેરોલ-ફર્લો સ્કોડ

પોરબંદર,તા.૨ : છેતરપીંડીનો ગુન્હો કરીને ૨૩ પહેલા નાશી ગયેલ રાજુ ડાયાભાઇ સયાલને પેરોલ ફર્લો સ્કોડે પકડીને આગળની કાર્યવાહી કરી છે.
પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઇન્સ. એચ.એમ જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. જે.આર.કટારા તથા પો.હેડ.કોન્સ. હરેશભાઈ સિસોદીયા તથા વજશીભાઈ વરુ નાઓની સંયુક્ત બાતમી મુજબ કિર્તીમંદીર પો.સ્ટે. ક. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ગેઝેટ પ્રસીધ્ધ નાસતો ફરતો આરોપી રાજુ ડાયાભાઇ સોલંકી રહે. જુના વાડજ, અમદાવાદ વાળો તેની સાસુ લક્ષ્મી બેનના જુના વાડજ, અમદાવાદ ખાતેના ઘરે આવતા જે હકીકત આધારે અમદાવાદ જઇ તપાસ કરતા સદરહુ આરોપી મળી આવેલ જેને ગુન્હાની કબુલાત આપતા આગળની તપાસ થવા સારૂ કિર્તીમંદીર પો.સ્ટે.ને સોપી આપવામાં આવેલ છે.
પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઇન્સ.શ્રી એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઇ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે. બોદર તથા HC પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઈ નકુમ તથા વજશીભાઇ વરૂ તથા હરેશભાઈ સીસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા જેતમલભાઈ મોઢવાડીયા તથા PC આકાશભાઈ શાહ દ્રારા કરવામાં આવેલ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
