<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

વાંકાનેરમાં ૮ સ્‍થળે દેશી દારૂના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૪ મહિલા સહિતની ધરપકડ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૩: રાજકોટ રેન્‍જ આઈજી અશોકકુમાર યાદવની પ્રોહીબીશન ડ્રાઇવ યોજવા સુચનાથી વાંકાનેર સીટી પોલીસ એક્‍શનમાં આવી અલગ અલગ ૪ ટીમ બનાવી શહેરમાં પ્રોહી કોમ્‍બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં અલગ અલગ ૮ દેશીદારૂના હાટડાઓ પર પોલીસે દરોડો પાડી આઠ ઇસમોને રૂ. ૧૮,૦૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર સીટી પોલીસે પ્રોહીબીશન ડ્રાઇવ દરમિયાન દેશી દારૂના ૮ કેસો શોધી કાઢી ૯૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ. ૧૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી (૧). કલ્‍પેશ ઉર્ફે સિતારામ નરભેરામ નિમાવત (રહે. આરોગ્‍યનગર), (૨). કરણ સનમુગમ નાયકર (મદ્રાસી) (રહે. મીલપ્‍લોટ), (૩). નીતેશ બટુકભાઇ વીરસોડીયા (કોળી) (રહે. નવાપરા), (૪) યાસમીનબેન ઉર્ફે જાડી રહીમભાઈ આદમાણી/સંધી (રહે. ચંદ્રપર), (૫). મરીયમ ઉર્ફે મમુબેન હબીબભાઇ વિકીયાણી/સંધી (રહે. ચંદ્રપુર), (૬). જેતુનબેન રાયધનભાઇ મોવર / મીયાણા (રહે. વીશીપરા), (૭). લાભુબેન બાલાભાઈ ડાભી (રહે.મીલપ્‍લોટ), તથા (૮). સુરેશ કાળુભાઇ વીંજવાડીયા (રહે. નવાપરા)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.(

(11:20 AM IST)