તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
પોરબંદરમાં રિક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવીને દાગીના-રોકડની ચોરીનો ભેદ ઉકેલાયોઃ મુખ્ય આરોપી ઝડપાયો
પોલીસે પકડી લીધેલ આરોપી સુનિલ સિંઘે કબૂલાત આપી કે થોડા દિવસ પહેલા તેની પત્ની અને પુત્રવધુને ચોરી કરાવવાના ઇરાદે રીક્ષામાં બેસાડીને અન્ય મુસાફર મહિલાના સોનાના દાગીના-રોકડ પાઉન્ડ મળી ૮.૧૮ લાખની મત્તા સાથે પર્સની ચોરી કરાવી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને અન્ય મુસાફરોના સોના-ચાંદીના દાગીના અને રોકડ સાથેના પર્સ અને થેલા ચોરી લેતી ટોળકીનો મુખ્ય આરોપી સુનિલ સિંઘ મહેન્દ્રસિંહ રાજસ્થાનવાળાને પોલીસે પકડી લીધો છે.
મુખ્ય આરોપી સુનિલ સિંઘે પોલીસ સમક્ષ કબૂલાત આપીને થોડા દિવસ પહેલા તેની પત્ની રેખા અને પોતાના દિકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલને બાળકો સાથે ચોરીના ઇરાદા સાથે રીક્ષામાં બેસાડી હતી અને આ રીક્ષામાં અન્ય મુસાફર મહિલાના દાગીના રોકડ પાઉન્ડ સહિત ૮.૧૮ લાખ મતા સાથેનું પર્સ ચોરી લીધું હતું.
કીર્તિ મંદિર પો. સ્ટે. વિસ્તરમાં ફરીયાદી બહેન એક પેસેન્જર રીક્ષામાં બેઠેલ હોય ત્યારે ે અજાણીસ્ત્રીઓએ ફરીયાદી બહેનની નજર ચૂકવી ફરીયાદી બહેનના બેગમાં રાખેલ પર્સ જેમાં સોનાના ચેઇન નંગ-ર, તથા સોનાની વીંટી નંગ-ર, તથા ભારતીય ચલણની નોટો રૂા. ૪પ હજાર તથા યુ. કે. પાઉન્ડ પ૦૦ જેની ભારતીય કિંમત અંદાજે રૂા. પ૩ હજાર તથા અલગ અલગ આઇ. ડી. પ્રુફ મળી કુલ રૂા. ૮,૧૮,૦૦૦ ના મતાવાળુ પર્સ ચોરી કરી નાસી ગયેલ હોવાના બનાવ અંગે કિર્તી મંદિર પો. સ્ટે. ગુ. ર. નં. કલમ ૩૦૩ (ર), પ૪ મુજબનો ચોરીનો ગુનો દાખલ થયેલ હોય.
જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાનો ભેદ ઉકેલવા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ.
જે સુચના અને માર્ગદર્શન આધારે એલ. સી. બી. ઇન્ચાર્જ પો. ઇ. આર. કે. કાંબરીયાની સુચના અને રાહબરી હેઠળ એલસીબી સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી લોકલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા દરમ્યાન નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સીસ એએસઆર રણજીતસિંહ દયાતર તથા કો. વિરેન્દ્રસિંહ પરમારને સંયુકત ખાનગી રાહે હકિકત મળેલ કે, શરીરે કાળા કલરનો કોટ તથા ક્રીમ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ શ્યામવર્ણો એક ઇસમ કીર્તિ મંદિર પો. સ્ટે. ગુ. ર. નં. પાર્ટ કલમ ૩૦૩ (ર), પ૪ મુજબના કામે ચોરીમાં ગયેલ સોનાના દાગીના વેચવા ચાલીને જાય છે અને હાલ પોરબંદર બસ સ્ટેન્ડ પાસે પહોંચેલ છે. તેવી હકિકત મળતા તુરત જ હકિકતવાળી જગ્યાએ જઇ વોચ ગોઠવતા ઉપરોકત પેટના ખીસ્સામાંથી ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન નંગ ૧ તથા યુ. કે. પાઉન્ડ પ૦૦ મળી આવતા મજકૂર ઇસમનું નામ પૂછતા સુનિલ સિંઘ સન-ઓ. મહેન્દ્રસિંહ ગબદુ બાગડી ઉ.૪પ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ વોર્ડ નં. ૧ ખુંર્દી ગામ શ્રીજી વાટીકા કોલોની આર. ટી. ઓફીસ પાસે સ્વીમીંગ પુલ તાછળ તા. જી. કોટપુતલી રાજસ્થાન તથા એડ્રેસ (ર) ધારૂહેરા ગામ ર૧, દેવનગર જી. રેવાડી હરીયાણા તથા એડ્રેસ (૩) દૌસા ગીરીરાજ મંદિર સામે ગોરધનગર રમેશ પ્રજાપતિના મકાનમાં આગરા રોડ જી. દૌસા રાજસ્થાવાળો હોવાનું જણાવેલ તેમજ પોતાની પાસેથી મળી આવેલ.
સોનાના ચેઇન તથા પાઉન્ડ બાબતે પુછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપતો હોય જેથી યુકિત પ્રયુકિત અને આગવી ઢબે પુછપરછ કરતા મજકૂર ઇસમ ભાંગી પડેલ અને જણાવેલ કે, પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના દિકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવેલ હતા.
જયાં રેખા તથા સુજાતા ઉર્ફે કાજલ એક પેસેન્જર રીક્ષામાં પોતાના બાળકો સાથે બેઠેલ જે રીક્ષામાં જતી એક વૃધ્ધી મહીલાના બેગમાંથી પર્સની ચોરી કરેલ હતી. ત્યારબાદ આ બન્ને જણીઓ ચોરી કરેલ પર્સ સાથે પોતાની પાસે આવતા ત્રણેય ત્યાંથી નીકળી ગયેલ હતા.
જે ચોરી કરેલ પર્સમાંથી સોનાના ચેઇન નંગ-ર તથા સોનાની વીંટી નંગ-ર તથા ભારતીય ચલણના રૂપિયા તથા વિદેશી રૂપીયા તથા આઇ. ડી. કાર્ડ મળી આવેલ હતાં.
જેથી આરોપી પાસેથી મળી આવેલ સોનાનો ચેઇન નંગ-૧ ની કિ. રૂા. ૪,૧૮,૦૦૦ તથા યુ. કે. પાઉન્ડ પ૦૦ જેની ભારતીય કિ. રૂા. પ૩,૦૦ ની તપાસ અર્થે કબ્જે કરી મજકૂર ઉદય સુનિલ સિંઘ સન-ઓ. મહેન્દ્ર સિંઘ ગબદુ બાગડીને ચોરી કરેલ મુદામાલ સાથે કિર્તિ મંદિર પો. સ્ટે. સોંપી આપી ચોકીના કુલ ૩ ગુન્હાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરેલ છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
