<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની કંપની હરિકળષ્‍ણ એક્‍સપોર્ટને ગૌતમ અદાણીના હસ્‍તે ‘મોસ્‍ટ સોશિયલી રિસ્‍પોન્‍સિબલ' કંપનીનો એવોર્ડ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.,૩: તાજેતરમાં જયપુર ખાતે જેમ્‍સ એન્‍ડ જવેલરી એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ દ્વારા આયોજિત ૨૩ માં એવોર્ડ સમારંભમાં સુરતની પ્રખ્‍યાત હરિકળષ્‍ણ એક્‍સપોર્ટને  મોસ્‍ટ સોશિયલી રિસ્‍પોન્‍સિબલ કંપનીનો ઇન્‍ડિયન જેમ્‍સ એન્‍ડ જ્‍વેલરી એવોર્ડ ૨૦૨૪ આપવામાં આવેલ. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના હસ્‍તે હરિકળષ્‍ણ ગ્રુપના તુલસીભાઈ ધોળકિયા તથા બ્રિજેશ ધોળકિયાને ઓસ્‍કાર ઓફ જેમ્‍સ એન્‍ડ જ્‍વેલરી ઇન્‍ડસ્‍ટ્રી તરીકે ઓળખાતો એવોર્ડ અર્પિત થયેલ છે.

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના માર્ગદર્શનમાં ધોળકિયા ફાઉન્‍ડેશન તથા હરિકળષ્‍ણ એક્‍સપોર્ટ દ્વારા ૩.૨ મિલિયન ઉપરાંતના વળક્ષારોપણ , ૧૬૦ ઉપરાંતના તળાવનું નિર્માણ તથા કર્મચારીઓ માટે કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ વેલફેર પ્રવળત્તિઓને ધ્‍યાને લઈ આ બહુ પ્રતિષ્ઠિત એવોર્ડ હરિકળષ્‍ણ એક્‍સપોર્ટને પ્રાપ્ત થયેલ.આ સમાચારથી સમગ્ર પંથકમાં હર્ષની લાગણી જોવા મળેલ તેમ મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવેલ છે

(1:34 PM IST)