<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ખંભાળીયાના વીરમવડ વાડી વિસ્‍તારમાં કુવામાં પડી જતાં પરપ્રાંતિય યુવાનનું મૃત્‍યુ

ખંભાળીયા : તાલુકાના વીરમદડ ગામની સીમમાં ગાગજીભાઇ વાડી વિસ્‍તારમાં આવેલા આલાભાઇ કરસનભાઇ ગવલીયા નામના ખેડૂતની વાડીના ૭૦ ફુટ ઊંડા કુવામાં કામ કરવા આવેલા મધ્‍ય પ્રદેશના અશ્વિનસિંહ  અજમેરસિંહ ડામોર (ઉ.રપ) વાળો પડી જતાં ખંભાળીયા ચીફ ફાયર ઓફીસર મીતરાજસિંહ પરમારે તુરંત બચાવ ટૂકડી મોકલી હતી. પણ કુવામાંથી અશ્વિનસિંહનો મૃતદેહ જ નીકળી શકયો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (પ-૧૯)

(1:41 PM IST)