તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
ખંભાળીયા પાસે અકસ્માતઃ બાઇક ચાલક સતવારા યુવાનનું મોતઃ મિત્ર બેભાન

ખંભાળીયા તા. ૩ :.. ધરમપુર વિસ્તારમાં રહેતા બે સત્તવારા જ્ઞાતિના યુવાનો ગઇકાલે બાઇક પર દ્વારકા રોડ પરની એક ખાનગી કંપનીમાંથી નોકરી કરીને પરત ખંભાળીયા જતા રસ્તામાં તેમના બાઇકને કોઇ વાહને ઠોકર મારતા કે સ્લીપ થવાથી અકસ્માત થતાં એકનું મોત અને બીજાને ગંભીર ઇજા થતા સત્તવારા સમાજમાં શોકની લાગણી છવાઇ હતી.
વાડીઓમાં રહેતા અતુલભાઇ મનજીભાઇ ચોપડા (ઉ.રપ) વાળો તથા તેનો મીત્ર હાર્દિક સતવારા અકસ્માત થતાં નંદાણા પાસે બાઇક પડી જતાં માથામાં ગંભીર ઇજા સાથે અતુલને તથા હાર્દિક ને હોસ્પીટલે ખસેડાયા હતા.
જયાં અતુલનું મૃત્યુ થયાનું તબીબે જાહેર કર્યુ હતું. જયારે હાર્દિક ને પણ ગંભીર ઇજા સાથે બેભાન અવસ્થામાં જ વધુ સારવાર માટે જામનગર ખસેડાયો હતો.
અકસ્માત કઇ રીતે થયો તે બહાર આવેલ નથી કેમ કે એકનું મૃત્યુ બીજો હજુ બેભાન છે. બનાવની જાણ થતાં સતવારા યુવા અગ્રણી કૈલાશભાઇ કણઝારીયાએ જામનગર પહોંચી ઇજાગ્રસ્તની મદદ શરૂ કરી હતી.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
