તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
વાડીએ ધોરીયામાંથી ભુલથી ઝેરી દવા ભળેલુ પાણી પીતા ત્રણ બહેનોને અસરઃ ૬ વર્ષની પલ્લવીનું મોત
બાબરાના ચમારી ગામની ઘટનાઃ ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાઇઃ એકે દમ તોડી દેતાં મજૂર પરિવારમાં ગમગીનીઃ બાબુભાઇ બુહાની વાડીએ બનાવ

રાજકોટ તા. ૩: બાબરાના ચમારી ગામે કરૂણ ઘટના બની હતી. જેમાં વાડીએ મજૂરી કરતાં પરપ્રાંતિય પરિવારની ત્રણ દિકરીઓએ પાણીના ધોરીયામાંથી પાણી પીતાં તેમાં ઝેરી દવા ભળેલી હોઇ અસર થતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જેમાંથી છ વર્ષની બાળાનું મોત થયું છે.
ચમારી ગામે બાબુભાઇ બુહાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપીના કમલેશ તોમરની દિકરીઓ માધુરી (ઉ.વ.૧૫), રાણી (ઉ.વ.૮) અને પલ્લવી (ઉ.વ.૬)એ ૩૦મીએ વાડીએ હતી ત્યારે ધોરીયામાંથી પાણી પીધા બાદ ઉલ્ટીઓ થવા માંડતાં સારવાર માટે બાબરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાણીના ધોરીયામાં દવા ભળેલી હોઇ અસર થયાનું ખુલ્યું હતું.ત્રણેયને વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ પલ્લ્વીનું આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ચાર બહેન અને એક ભાઇમાં સોૈથી નાની હતી.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
