<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ઉનાના ખજુદ્રામાં બંધ મકાનના તાળા તુટયાં: સવા લાખના દાગીના - રોકડની ચોરી

લાકડાના પટારામાં રાખેલ ૧ લાખની રોકડ, સોનાની કડી, ચાંદીના છડા, કમર સાંકળી તસ્‍કરો ઉપાડી ગયા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૪: તાલુકાના ખજુદ્રામાં તસ્‍કરોએ બંધ મકાનના  તાળા-નકુચા તોડીને મકાનમાં લાકડાના પટારામાંથી ૧ લાખની રોકડ સોનાની કડી, ચાંદીના છડા, કમર સાંકળી સહિત સવા લાખની ચોરી કરી ગયા હતા.

ઊના તાલુકાના ખજુદ્રા ગામે રહેતા પાંચભાઈ લાખભાઈ બાંભણિયા તેમના પરિવાર સાથે પોતાનું મકાનને તાળા મારી બંધ કરી કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે ગોળના રાબડામાં મજૂરી કામે ગયા હતા અને ત્‍યાં તેમના ભાઈ રામભાઈ લાખાભાઈએ ફોન કરી જાણ કરેલ કે તમારા મકાનની ઓસરી ની લોખંડની ગ્રિલના નકૂચા તૂટેલ છે.

તેઓ ખજુદ્રા ગામે આવી જોતા તેમના મકાનની ઓસરીની લોખંડની ગ્રિલના દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી ઘરના દરવાજાના બારણાંનો નકુચો તાળા તોડી રૂમમાં અજાણ્‍યો માણસ પ્રવેશ કરી રૂમમાં રાખેલ લાકડાના પટારાનો નકુચો તોડી પટારામા રાખેલ મજૂરી ના રોકડા રૂપિયા ૧લાખ અને ચાંદીના કમર સાકળી, ચાંદી ની છડા, સોનાની કાનમાં પહેરવાની કડી મળી કુલ રૂપિયા એક લાખ પચીસ હજારના મુદામાલની ચોરી કરી નાસી ગયાની ઊના પોલીસ સ્‍ટેશન મા ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ પી એસ આઈ. ડાંગર કરી રહ્યા છે

(2:27 PM IST)