News of Wednesday, 4th December 2024
નાની પરબડી ગામે દલિત યુવાનની હત્યા?: ગળા ઉપર ઇજાના નિશાન!
દેરી પાસેથી સવારના પ્હોરમાં લાશ મળી આવીઃ વિમલ સાગઠીયા અપરિણત હતોઃ સીધો સાદો યુવાન હોવાના લીધે ચકચાર ધોરાજી તાલુકામાં અઠવાડીયામાં હત્યાનો બીજો બનાવઃ ગરીબ પરિવાર ઉપર આફત

(કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બારીયા દ્વારા) ધોરાજી તા. ૪ :.. ધોરાજીઃ- ધોરાજી તાલુકામાં અઠવાડિયામાં બીજી હત્યાનો બનાવ નોંધાયો છે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા નો જાણે કોઈને ડર ન હોય એ પ્રકારે જાહેરમાં ઘટના બનતી જોવા મળી રહી છે
આજરોજ વહેલી સવારે નાની પરબડી ગામ નજીક દલિત યુવાનની લાશ પડી હોવાના સમાચાર ગ્રામજનોને મળતા જાણ કરતા ધોરાજી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ પૂર્વ સરપંચ અરવિંદભાઈ ગજેરાએ જણાવેલ કે ઉકાભાઇ રાઘવભાઈ સાગઠીયાના પુત્ર વિમલ ઉંમર વર્ષ ૨૨ ને સાગઠીયાના સુરાપુરા દાદાની મંદિરની બાજુમાં લાશ પડી હોય જે બાબતે અને તપાસ કરતા પોલીસ સ્ટેશનને ફોન કરીને જાણ કરી હતી અને પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને લાસ નો કબજો લઈને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી.
દલિત યુવાનની લાશ બાબતે ગ્રામજનોને પૂછતા તેઓએ જણાવેલ કે અમારા ગામની બાજુમાં દલિત સમાજના સુરાપુરા દાદા ની ડેરી છે અને ત્યાં ભાત અને ચોખા પણ પડ્યા હતા અને મોટરસાયકલ પંણ ત્યાં જોવા મળ્યું હતું અને વિમલ ઉકાભાઇના ગળામાં દોરીના નિશાન છે તેમજ માથાના ભાગમાં પણ ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે એટલે શંકા ના દાયરામાં એવું લાગી રહ્યું છે કે કોઈ એની હત્યા કરી હોય અને લાશને બાજુમાં મૂકી દીધી હોય તેવું હાલમાં શંકાસ્પદ તરીકે જોવા મળી રહ્યું છે આ બાબતે પોલીસ તપાસ કરે પછી ખબર પડે.ગ્રામજનો એ જણાવેલ કે વિમલ કુંવારો છે અને બે બહેનો છે એક ના મેરેજ થઈ ગયા છે અને એક કુવારી છે નાનો પરિવાર અને ગરીબ પરિવાર છે અને વિમલ નો કયારેય ગામની અંદર કોઈ પ્રકારની ફરિયાદ નથી એકદમ સીધો સાદો યુવાન હતો અને આ ઘટના સાંભળીને ગ્રામજનોને પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે.તાલુકાના તોરણીયા ગામે યુવતી નું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને હત્યારા એ પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવની ઘટના હજી સુકાણી નથી ત્યાં તોરણીયા ની બિલકુલ બાજુમાં આવેલું નાની પરબડી ગામમાં પણ દલિત યુવાનની હત્યા થઈ હોય તેવું જણાય આવતા આ બાબતે કાયદો અને વ્યવસ્થા કડક રીતે હોય તો આવી ઘટનાઓ ન બને તેવું પણ લોકોએ જણાવ્યું હતું.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
