<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

કચ્‍છમાં ઝડપાયેલ ઇડીની નકલી ટીમની પોલીસ દ્વારા પુછપરછ

મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ધમકાવીને તોડ કરતા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.પઃ ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની ભરમાર વચ્‍ચે કચ્‍છમાંથી નકલી એન્‍ફોર્સમેન્‍ટ ડિરોક્‍ટોરેટ ED અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી EDની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે. જેમાં પૂર્વ કચ્‍છ LCB અને એ ડિવિઝન દ્વારા નકલી EDની ગેંગના આઠથી વધુ શખ્‍સોને ઝડપી પાડ્‍યા હોવાના જાણકારી મળી રહી છે.

મળતી માહિતી મુજબ, કચ્‍છના ગાંધીધામ સહિતના વિસ્‍તારોમાં EDના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા. સમગ્ર મામલે પૂર્વ કચ્‍છ પોલીસને જાણ થઈ હતી. જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્‍યા હોવાની જાણકારી મળી છે. જો કે, પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. તેમ ગુજરાતી ચેનલ નોંધે છે.

આ ઉપરાંત ઝડપાયેલ શખ્‍સોની પુછપરછ શરૂ કરાઇ છે.

(11:50 AM IST)