<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

પોરબંદરથી ચણા ભરીને ઇરાન જતું વહાણ ડુબ્‍યું: કોસ્‍ટ ગાર્ડે તમામ ખલાસીઓને બચાવ્‍યા

જામ સલાયાનું ‘અલ પીરાના પીર' વહાણમાં ટેકનીકલ ખામી બાદ પાકિસ્‍તાનની દરિયાઇ જળ સીમા પાસે પાણીમાં બેસી ગયુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. પ :..  પોરબંદરથી ચણાં ભરીને ઇરાન બંદરે જતું જામ સલાયાનું ‘અલ પીરાના પીર' નામનાં વહાણમાં પાકિસ્‍તાન દરિયાઇ જળસીમા પાસે ટેકનીકલ ખામી સર્જાયા બાદ આ વહાણ  પાણીમાં ડૂબી ગયું હતું.

જામ સલાયાનું અલ પીરાના પીર વહાણ ડૂબવા લાગતા વહાણના કેપ્‍ટને સુરક્ષા એજન્‍સીને બચાવ સંદેશો મોકલીને મદદ માંગી હતી. અને એનઆરસીસી તથા ઇન્‍ડીયન કોસ્‍ટ ગાર્ડે ડૂબતા વહાણના તમામ ખલાસીઓને બચાવી લીધા હતાં.

કોસ્‍ટ ગાર્ડ દ્વારા બચાવી લીધેલા જામ સલાયાના વહાણના તમામ ખલાસીઓને પોરબંદર લાવીને ખલાસીઓના મેડીકલ ચેક અપ બાદ વહાણના માલિક સુલતાન ઇસ્‍માઇલને સોંપી દેવામાં આવશે. ડૂબી ગયેલા વહાણનો કોઇપણ પ્રકારનો ઇન્‍સ્‍યુરન્‍સ નહીં હોવાની ચર્ચા થઇ રહી છે.

(1:48 PM IST)