<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

જુનાગઢના હરેશભાઇ ત્રિવેદીનું હૃદયરોગના હુમલાથી અવસાન અંતિમયાત્રામાં અનેક જોડાયા

 

(વિનુનોષી દ્રારા) જુનાગઢ તા.પ જુનાગઢ બ્રાહમણ જ્ઞાતિના યુવાન હરેશભાઇ મનસુખભાઇ ત્રિવેદી તે મિતુલભાઇના મોટા ભાઇ નુ ગત રાત્રે હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન હાર્ટ એટેક આવતા અવશાન થયેલ છે.

તેઓ સિવિલ હોસ્‍પિટલ ખાતે તાવની બિમારી આવતા દાખલ થયેલ અને એકાએક લોહિની ટકાવારી ઘટી બે ટકા લોહી થઇ ગયેલ અને તેને ડોકટરો એ લોહી ચડાવવા માટે પરિવાર જનોને જરૂરીયાત હોય વ્‍યવસ્‍થા કરવા જણાવેલ અને લોહીની વ્‍યવસ્‍થા થાય તે પહેલા જ એકાએક હદય રોગનો હુમલો આવતા તેમણે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

અતિ મિલનસાર સ્‍વભાવના હરેશભાઇના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્‍થાને લાવતા પરિવારમાં હૈયાફાટ રૂદન થયુ હતુ અને માતા જ્‍યોતિબેન અને મિતુલભાઇને આશ્વાસન દેવા આજુબાજુના રહેવાસીઓ આવી પહોચ્‍યા હતા. અને બપોરે જોષીપરા નંદનવન રોડ પાસે આવેલ લાલા ટેનામેન્‍ટમાં તેમના નિવાસ સ્‍થાને થી અંતિમ યાત્રા નિકળેલ જેમાં અનેક લોકો જોડાયા હતા અને ત્રિવેદી પરિવારને શાંત્‍વના પાઠવેલ ૮૭૯૯૪૭૭૫૪૬ ઉપર લોકોએ શ્રધ્‍ધાંજલી આપેલ

(1:18 PM IST)