<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

પોરબંદરમાં ઔદિચ્‍ય ગોહેલવાડ બ્રહ્મ સમાજ દ્વારા સમુહલગ્ન-યજ્ઞોપવિત

સુરતઃ પોરબંદર ઔદિચ્‍ય ગોહેલવાડ બ્રહ્મ સમાજ દ્વારા સમુહ લગ્ન અને યજ્ઞો પવિત્ર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.  પોરબંદરના આગેવાનો ગીરીશ ભાઈ વ્‍યાસ વિજય જોશી સુરેશ વ્‍યાસ પ્રભાત ડ્રાઈવિંગ વાળા પૂર્વ પ્રમુખ રેવાશંકર જોશીએ જહેમત ઉઠાવી હતી.  શાષાી શંભુભાની ટીમ દ્વારા વિધી વિધાનથી કાર્ય કરવામા આવેલ આ પ્રસંગે ભાગવતાચાર્ય શ્‍યામભાઈ ઠાકર સ્‍વામિનારાયણના સંત તથા સૌરાષ્‍ટ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ કાનજી ભાઈ જોશી સુરત જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતા મહેતા પરીવાર ટ્રસ્‍ટથ હીતેષ ભાઈ  દિલીપભાઈ કેશોદ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા ભોજનના દાતા  કરીયાવરના દાતાઓ વગેરેનું સન્‍માન કરવામા આવેલ સાથે સાથે રકતદાન કેમ્‍પનુ આયોજન કરવામા આવેલ. મોટી સંખ્‍યામાં લોહી એકત્ર થયુ  હતુ. મહિલાઓએ પણ રક્‍તદાન કર્યુ હતું. સફળ બનાવવા જુનાગઢના હીરેનભાઈ   કેશોદની ટીમ અને પોરબંદરની ટીમે આયોજન કરેલ હતું.

(11:51 AM IST)