News of Friday, 6th December 2024
અમરેલી જીલ્લાના લાપાળીયાના ખેડૂત તકમરીયાની ખેતી કરીને લાખો રૂપિયા કમાશે
પ૦૦ રૂપિયામાં એક કિલો વેચાતા ઔષધીય વસ્તુનો ૧ વિધે ૧૦ મણ જેટલો ઉતારો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૬ : અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં હરણફાળ ભરી છે આખા સૌરાષ્ટ્રમાં કયાંય ઔેષધીય પાક ગણાતા તકમરીયાની ખેતી થતી હોય તેવું સાંભળ્યું નથી પણ અમરેલી જિલ્લાના લાપાળીયા ગામના ખેડૂતે તકમરીયાની ખેતી કરીને નજીવા મામૂલી ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન કરશે.
લાપાળીયા ગામના ખેડૂત પંકજભાઈ લુણાગરીયા દ્વારા શારીરિક ઠંડક માટે અકસીર ગણાતા તકમરીયા ની ખેતી નું વાવેતર શ્રાવણ માસમાં કરવામાં આવે છે ને માત્ર ૩૫૦ ગ્રામ જેવું તકમરીયા નું બિયારણ ૧ વીઘા માં વપરાય છે જે સાડા ૪ વીઘા ની તકમરીયાની ખેતીમાં માત્ર ૬૦૦ થી ૭૦૦ રૂપિયાના બિયારણમાં આ તકમરીયાની ખેતી થાય છે ને તકમરીયાની ખેતીને કોઈ ભૂંડ કે નીલગાય નથી ખાતા જેથી ખેતીમાં ફાયદો રહે છે જ્યારે આખા સૌરાષ્ટ્રમાં કયાંય તકમરીયાની ખેતી થતી નથી પણ પંકજ લુણાગરીયા એ અગાઉ આ તકમરીયાની ખેતી કરેલી હોવાથી ૫૦૦ રૂપિયા કિલો લેખે આ ઘર આંગણે વેચાણ થતું હોવાથી ૧ વીઘે ૧૦ મણ જેવો ઉતારો મળી રહ્યો હોવાનું પ્રગતિશીલ ખેડુત પંકજ લુણાગરીયા એ જણાવ્યું હતું
તકમરીયાની ખેતીની આજદિન સુધી કયારેય માર્કેટીંગ યાર્ડમાં જાહેર હરરાજી થઈ નથી જેથી તેનું વેચાણ છૂટક કરવું પડે છે ને તેનો ભાવ કિલોના ૫૦૦ લેખે ૧ મણ ના ૧૦ હજાર મળી રહ્યાં છે જ્યારે ૧ વીઘે ૧૦ મણ જેવો ઉતારો આવે છે ને ૪૦ મણ ઉપર તકમરીયાનો ઉતારો આવશે ને હવે થરેશર થી આ તકમરીયા ના દાણા બહાર કાઢવામાં આવે છે ને બાદ એક મશીન વડે તકમરીયાની સફાઈ સાથે ગ્રેડેશન કરવામાં આવે છે ત્યારે વાવેતર વખતે નજીવો ખર્ચ તકમરિયાની ખેતીમાં થાય છે પણ પાક વખતે મજૂરી સહિતનો થોડો ખર્ચ થતો હોય છે પણ નજીવા ખર્ચે ૪ લાખની કમાણી પંકજ લુણાગરીયા તકમરીયા ના પાકમાં કરી લેશે જે સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો માટે આ નવતર ખેતી ઇતિહાસ સમાન જણાઈ રહી છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
