News of Friday, 6th December 2024
ઉનાના રૂદ્રાક્ષ સિનેમામાં લોકોએ ફ્રી પાસમાં ‘‘ સાસણ'' ફિલ્મ મન ભરીને માણી
ફિલ્મના કલાકાર ચિરાગ જાનીનું ધારાસભ્ય કાલુભાઇ રાઠોડના હસ્તે પુષ્પ ગુચ્છથી સન્માન

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૬: રૂદ્રાક્ષ સિનેમામાં સાસણ ફિલ્મ જોવા લોકોને ફ્રી પાસે અપાયા હતા. અને બહોળી સંખ્યામાં લોકોએ સાસણ ફિલ્મ મન ભરીને માણી હતી.
રૂદ્રાક્ષ સિનેમા માં સાસણ ફિલ્મ જોવા માટે લોકોને ફ્રી પાસ આપવામા આવ્યા હતા. ત્યારે લોકોએ સાસણ ફિલ્મ નિહાળવા બહોળી સંખ્યામાં ભાઇ બહેનો પહોંચ્યા હતા. આ તકે ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા. અને સાસણ ફિલ્મમાં વિલન નો રોલ ભજવતા ચિરાગભાઈ મધુકાંતભાઇ જાનીનું પુષ્પગુચ્છ થી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.ે રૂદ્રાક્ષ સિનેમાના સંચાલક વિજયભાઇ રાઠોડ, જીલ્લા ભાજપ ઉપાધ્યાયશ્રી રાજુભાઇ ડાભી, શહેર ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઇ શાહ, નગરપાલિકા ના સદસ્યશ્રી રાધેભાઇ જોશી, હરેશભાઈ જોશી, કિશોરભાઈ લાખણોત્રા, મહેશભાઈ બારૈયા, દિપકભાઈ બાંભણીયા, અજયભાઈ બાંભણીયા સહિતના લોકો સાથે રહી સાસણ ફિલ્મ નિહાળી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
