<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

લાઠીના ચાવંડ ગામે પેટ્રોલ પંપના મેનેજર દ્વારા ૪૯ લાખની ઠગાઇઃ લોઠપુરમાં બે મજુરોના નીચે પડકાતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૦૬: લાઠી તાલુકાના ચાવંડગામે રાજકોટ ભાવનગર રોડઉપર આવેલ નુરી પેટ્રોલપંપમાં મેનેજર તરીકે નોકરી કરતા લાઠીના ગુલામએહમદ દિલાવરભાઈ ઝાંખરાએ પોતાની નોકરીદરમ્‍યાન રહીમભાઈ જમાલભાઈ રાધનપરા ઉ.વ.૫૯ રહે. અમરેલી વાળાની અજ્ઞાનતા તથા યાસીનભાઈ ની ગેરહાજરીનો લાભ લઈ રહીમભાઈની જાણ બહાર નુરી પેટ્રોલપંપના નામે રહીમભાઈની સહીવાળું ખોટું એફીડેવીટ તૈયાર કરી ખરા તરીકે ઉપયોગ કરી ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશનમાં આપી ઈ-ડીલર ફાઈનાન્‍સ સ્‍કીમ મેળવી આઈસીઆઈસીઆઈ બેંક બાબરા મુકામે રજુ કરી ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશનમાં પરચેસ્‍ટ ઓર્ડર નાખી પેટ્રોલ ડીઝલ મેળવી વેચાણ કરી આશરે રૂા. ૨૪,૦૦,૦૦૦ તેમજ ચાવંડ મુકામે બેંકમાં રહેલ સીસી ખાતાની રકમ રૂા. ૪,૦૦,૦૦૦ મેળવી લઈ અમરેલી બજાજ ફાઈનાન્‍સમાંથી રૂા. ૧૬, ૧૪,૦૦૫ ની લોન મેળવી ગુલામ એહમદે તેમના અંગત ઉપયોગમાં લઈ અમુક હપ્તાઓભરી હાલ રૂા. ૧૧,૬૩, ૨૩૨ વ્‍યાજ સહિતની રકમ બાકી રાખી તેમજ લાઠીમાંથી આઈઆઈએફએલ ફાઈનાન્‍સમાંથી રહીમભાઈની જાણબહાર ખોટી સહીઓ કરી ચેકમાં ખોટી સહી કરી રૂા.૯, ૫૦,૫૧૩ ની લોન મેળવી જેતમામ રકમ રહીમભાઈના ખાતામાં નખાવી તેના અંગત ઉપયોગમાટે જાણ બહાર મેળવી લઈ કુલરકમ આશરે રૂા. ૪૯, ૧૩,૭૪૫ જેટલી માતબર ૨કમ તેમના અંગત ઉપયોગમાં લઈ વિશ્વાસઘાત કરી ગુનો કર્યાની લાઠી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીકવાડી વિસ્‍તારમાં પવનચક્કીની નાખવા માટે પ્રથમ અહીં પવનની ગતિ જોવા માટે ટાવર ઉભોકરવામાં આવ્‍યોહતો આ ટાવરમાં ઉપર કર્ણાટકનાબે મજૂરો ઉપર ચડયા હતા આ મજૂરો કોઈ કારણોસર નીચેપડતા ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત મજૂરો થયા જેના કારણે ઘટના સ્‍થળેજ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા સ્‍થાનિક ખેડૂતો આસપાસના લોકો દોડી આવ્‍યા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ પોહચી પરંતુ ઘટના સ્‍થળે બંને મજૂરો કર્ણાટકના કલાષા માલગુડા પાટીલ ઉ. ૪૩, શિવગુડા બસા ગુડાપાટીલ ઉ. ૨૮ બંનેના ઘટના સ્‍થળેજ કમકમાટી ભર્યા મોત નિપજયાછે. જાફરાબાદ પોલીસઘટના સ્‍થળે પોહચી ટાવરમાં કેટલા માણસો કામ કરતા હતા બેદરકારી હતી કે કેમ? સહિત દિશામાં પોલીસ તપાસહાથધરી છેહાલ પોલીસથટના સ્‍થળે પોહચી મળતકની લાશજાફરાબાદ હોસ્‍પિટલમાં પી.એમ.માટે ખસેડવા માટેની કામગીરી હાથ ઘરવામાં આવી છે.

વિજ વાયરની ચોરી

પીઠવડી ગામની સીમમાં કેવી સબસ્‍ટેશનખાતેથી ગ્રાહકનં ૮૫૨૭૯૦૧ ૬૯૦૦ના ગ્રાહકજયસુખભાઈ બાબુભાઈ રીબડીયા રહે. પીઠવડીવાળાની વાડીએ જતા વીજ કનેકશનના ચાલુ ટેપીંગલાઈન માંથી જેમાં ત્રણ વાયરવાળી ઈલેવન કે. વી. વીજલાઈનનો આશરે ૧૪ વીજપોલનોવાયર આશરે રૂા. ૧,૭ ,૧૯,૫૫૨ ૨ ની કિંમતનો ચાલુવીજપ્રવાહમાંથી વાયરો કાપીને ચોરી કરી લઈ ઈગયાની સાવરકુંડલાના નાયબ ઈજનેર ચિરાગભાઈ દિનેશભાઈ નકુમે સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બાઇક ભટકાવતા

વડિયાના બરવાળા બાવીશી ગામેલાભુબેન દાનાભાઈ માધડઉ.વ.૫૦ નવાપ્‍લોટ પાસે રોડ ઉપર ઉભાહતા. ત્‍યારે અજાણ્‍યા બાઈક ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી પ્રૌઢા સાથે બાઈક ભટકાવી ડાબા હાથે અને પગે ઈજા કરી નાસી ગયાની વડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્ર સામે મારામારી

જાફરાબાદ તાલુકાના બાડા ગામે રહેતા શૈલેભાઈ લખમણભાઈ જાદવ ઉ.વ. ૧૯ને ભરત લાખાભાઈ કવાડની દિકરી સાથે છેલ્લા છ એક મહિનાથી પ્રેમસબંધ હોય. જેની જાણ થઈ જતા તેની દાજ રાખી ભરતે શૈલેષને લાકડી વડે મારમારી જડીબેન લાખાભાઈ, ઉકા ગોવિંદભાઈ કવાડે ધોલથપાટ તથા ઢીકાપાટુંવડે મુંઢમાર મારી જાનથી મારી નાખવાનીઘમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની નાગેશ્રી પોલિસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉધરાણી કરતા

કોટડાપીઠા ગામે રહેતા હાલ સુરત રહેતા ઉમેશભાઈ ભોળાભાઈ રામાણી ઉ.વ.૩૪ના મોટાભાઈએ ભાવેશ ગજેરા સુરતવાળા પાસેથી પૈસા લીધેલ હોય. જેની ઉઘરાણી કરવા ભાવેશ ગજેરા, દેવુ ખુમાણ રહે. સુરત તથાએક અજાણ્‍યા શખ્‍સે ઉમેશભાઈ પાસે આવીને તેને ફોરવ્‍હીલમાં બેસી જવાનું કહેતાતેઓબેસીજતા થોડેક દુર જઈ આરોપીઓએ પૈસાની ઉઘરાણી કરી ઉમેશભાઈ ને ગળાઉપર છરી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપીએકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:20 PM IST)