<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ખંભાળીયાના લાંબા ગામે ગેસનું રીફીલીંગ કરનાર ઝડપાયોઃ પ બાટલા જપ્‍ત

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૬ :  પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ જિલ્લાના પોલીસ અધિક્ષક  નિતેશ પોડેય  દ્વારા અપાયેલ સુચના બાદ આરોપીને ઝડપી લેવાયો છે. 

લાંબા ગામે ચંદ્રકાન્‍ત સ્‍પેરપાર્ટસ વાળો ચંદ્રકાન્‍તભાઈ ઉર્ફે ચિરાગભાઈ ભગવાનજીભાઈ કાનાણી, લાંબા ગામમાં જ રામાપીરના દ્વાર પાસે આવેલ તેના રહેણાંક મકાનની સામે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં રીફીલીંગ કરી તેનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી હકિક્‍ત મળેલ જે હકિક્‍ત આધારે કાયદેસરની કાર્યવાહી કરી હકિકતવાળી જગ્‍યાએ મજકુર ઈસમના રહેણાંક મકાનની સામે રેઈડ કરતા મજકુર ઈસમ ચંદ્રકાન્‍તભાઈ ઉર્ફે ચિરાગભાઈ ઓફ ભગવાનજીભાઈ નાથાભાઈ કાનાણી, લોહાણા, ઉ.વ.૩૭, ધંધો. સ્‍પેર પાર્ટસની દુકાન, રહે ગાત્રાળ કળપા, લાંબા કન્‍યા શાળાની બાજુમાં, રામાપીરના દ્વાર વિસ્‍તાર, લાંબા ગામે, તા.જામ કલ્‍યાણપુરવાળો ગેસના ભરેલ બાટલામાંથી ઈલેક્‍ટ્રીક મોટર સાથે જોડેલ કમ્‍પ્રેસરમાં રબરની પાઈપ લગાવી તેમજ તે કમ્‍પ્રેસરમાં એક બીજી રબરની પાઈપ લગાવી અને તે બંન્ને પાઈપના એક છેડે રેગ્‍યુલેટર તથા બીજી પાઈપમાં લોખંડની નોઝલ ફીટ કરી ઘર વપરાશ માટેના ગેસના ભરેલ બાટલામાંથી કોમર્શીયલ ખાલી બાટલામાં ગેસ ભરવાનું કામ કરતો. ઝડપી લઈ મજકુર ઈસમના કબ્‍જા ભોગવટામાંથી કોઈ પણ સેફટીના સાધનો વગર ગેસના ખાલી બાટલા નંગ-ર તથા ભરેલ બાટલાઓ કુલ નંગ-૨ તથા એક આશરે ત્રણેક કિલો ગેસ ભરેલ ભારત ગેસનો કોમર્શીયલ બાટલો નંગ-૧ તથા લોખંડની ઈલેક્‍ટ્રીક મોટર, એસેમ્‍બલ કમ્‍પ્રેસર તેમા રબરની પાઈપ, રેગ્‍યુલેટર તથા લોખંડની નોઝલ એમ કુલ કી.રૂ. ૧૭.૧૦૦/- નો પકડી પાડી આરોપી વિરૂધ્‍ધ ફરીયાદ કરી છે.

 આ પી.સી.સીંગરખીયા પોલીસ ઇન્‍સપેક્‍ટર, એસ.ઓ.જી.,   હરદેવસિંહ જી.જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી.,  કાનાભાઈ આર.માડમ, એ.એસ.આઇ. એસ.ઓ.જી.,   ભીખાભાઈ એન.ગાગીયા, એ.એસ.આઈ., એસ.ઓ.જી, દેવભુમિ દ્વારકા,  નિર્મલભાઈ બી.આંબલીયા, પોલીસ હેડ કોન્‍સ એસ.ઓ.જી., સ્‍વરૂપસિંહ કે.જાડેજા, પોલીસ કોન્‍સ., એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા,  સુમાતભાઈ એ.ચાવડા, પોલીસ કોન્‍સ., એસ.ઓ.જી.,. દેવભૂમિ દ્વારકા એ કરી છે.

(2:06 PM IST)