News of Friday, 6th December 2024
સાહિત્યનો પ્રયાગ રચાવો જોઇએ સાહિત્ય, સુગમ થવું જોઇએઃ પૂ. મોરારીબાપુ
ભાવનગર જીલ્લાનાં મહુવા કૈલાસ ગુરૂકુળ પરિસરમાં સાહિત્ય પરિષદ જ્ઞાનસત્રનો પ્રારંભ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૬: મહુવાની માલણ નદીના તીરે કૈલાશ ગુરુકુળના આદિ શંકરાચાર્ય સંવાદગળહમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૪ માં જ્ઞાનસત્રનો પૂ. મોરારિબાપુના હસ્તે પ્રારંભ થયો.
૩૪ મુ જ્ઞાનસત્ર આદ્યકવિ શ્રી નરસિંહ મહેતાની કાવ્ય પંક્તિઓ ‘‘સચ્ચિદાનંદ આનંદ આનંદ ક્રિડા કરે''ના કેન્દ્રિય વિચાર અનુબંધિત છે. પૂ. મોરારિબાપુની પાવન ઉપસ્થિતિ અને તેમના નિમંત્રણથી આ જ્ઞાનસત્ર મહુવાના આંગણે યોજાઈ રહ્યું છે.પ્રારંભે કૈલાશ ગુરુકુળના યજમાન પ્રતિનિધ રૂપે કવિ શ્રી નીતિન વડગામાએ સૌનુ આદર સાથે આતિથ્ય કર્યું હતું. કૈલાશ ગુરુકુળ અને પુ.બાપુનું આ પરિસર સાહિત્ય અને કળા માટે હંમેશા સૌ કોઈનું આતિથ્ય કરવા તત્પર હોય છે તેમ જણાવ્યું. ત્યારબાદ ‘‘જય જય ગરવી ગુજરાત'' ગીતનું ગાન થયું.મહામંત્રી શ્રી સમીરભાઈ ભટ્ટે સમગ્ર વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવળત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરીને સૌને અવગત કર્યા હતા.સંસ્કળત સાહિત્યના વિદ્વાન અને અતિથિ સર્જક શ્રી રાધાવલ્લભ ત્રિપાઠી અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શકયાં નહોતા અને તેમનું પ્રવચન સુશ્રી બિંદુબેન ત્રિવેદીએ પઠન કર્યું હતું.સર્જકો શ્રી દલપત પઢિયારનાં ‘મહાપંથી પાટ પરંપરા અને તેના સંત કવિઓ' અને શ્રી હેમંત દવે તથા શ્રી સુહાગ દવેનાં ‘‘શબ્દ મૂળની શોધ'' પ્રકાશન લોકાર્પણ કરવામાં આવેલ.
સાહિત્ય પરિષદના ટ્રસ્ટીશ્રી રઘુવીરભાઈ ચૌધરીએ અધિષ્ઠાતાના સ્વરૂપે સૌને માર્ગદર્શિત કરતા કહ્યું કે આપણે અલગ અલગ વિષયો પર વિવિધ રીતે કાર્ય કરીને સતત ભાષાની સેવા માટે રત રહેવું જોઈએ. પરિષદના પ્રમુખ શ્રી હર્ષદભાઈએ આ જ્ઞાનસત્રના આયોજન અને તેમના પસંદગીના સંદર્ભોને પ્રસ્તુત કરી બાપુએ આ સાહિત્ય સેવા માટે જે તક આપી, નિમંત્રણ પાઠવ્યું છે તે બદલ તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો. ૨૦ વર્ષથી આ ગુરુકુળ પરિસર અને બાપુના વિવિધ સાહિત્યિક પ્રકલ્પોની સાથે જોડાઈને પોતે ધન્યતાનો અનુભવ કરે છે. સાહિત્ય અને કળા સમાજને વધુ સારો માણસ અને કુણો બનાવે છે તેથી તેનું અગત્ય ઓછું આંકી શકાય નહીં. આપણે સૌ ઈશ્વરના તે આશીર્વાદ પ્રાપ્ત કરી શકયા છીએ.
પૂ.મોરારિબાપુએ પોતાના આશિર્વાદક શબ્દોની પ્રસ્તુતિ કરતા કહ્યું કે હું ખરા અર્થમાં વક્તા નથી પરંતુ સારો શ્રોતા છું અને મને શબ્દનો આશીર્વાદ મળે તે માટે હું સતત તકોને અને અવસરને શોધતો હોઉં છું. આપ સૌએ તલગાજરડાને આ અવસર પ્રદાન કરીને એક ઉત્તમ કાર્ય કર્યું છે.સાહિત્ય પરિષદ જ્યારે ૧૨૫મી જન્મ જયંતી ઉજવે ત્યારે અમોને વધુ સાહિત્ય સેવા કરવાની તક પૂરી પાડશો તેવી આપ સૌ સામે એક વિનંતી રજૂ કરીએ છીએ. લોકસાહિત્ય, સુગમ સાહિત્ય, શાષાીય સાહિત્ય વગેરેનો સંગમ થવો જોઈએ.આ સંગમ રચાય એટલે તેનાથી પ્રયાગ રચાય છે. બધું જ સાહિત્ય એ સુગમ પણ થવું જોઈએ શબ્દના સૌ આરાધકોને આવકારી અને પરિષદનું સેતુબંધનું કાર્ય વર્ણવીને સૌને સાહિત્ય સેવા માટે નોતર્યા હતાં.આભાર દર્શન ઉપ-પ્રમુખ શ્રી યોગેશ જોશી એ કર્યું હતું.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
