News of Tuesday, 10th December 2024
જૂનાગઢમાં મોપેડ ચાલકે એસટી બસ રોકાવી ડ્રાઈવરને ઢીકાપાટુનો માર માર્યો
બાઈક સાઈડમાં રાખવાના મુદ્દે વિદ્યાર્થીને ૩ શખ્સે પથ્થર માર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૦: જુનાગઢ બસ સ્ટેન્ડ થી જુનાગઢ રાજકોટ રૂટની જીજે ૧૮ વાય ૯૪૩૫ નંબરની મીની એસટી બસ લઈને ૪૫ વર્ષીય હરેશભાઈ અરજણભાઈ ભેડા નીકળ્યા હતા. બસ આખી પેસેન્જરથી ભરેલી હતી. અને બસ સ્ટેન્ડથી બેઠેલા મહિલા મુસાફર ઉતરી ગયા હતા. જેનું મનદુઃખ રાખી રેલવે ફાટક નજીક મેડિકલ સ્ટોર પાસે જીજે ૧૧ બીએલ ૦૭૫૩ નંબરના મોપેડના અજાણ્યા ચાલકે બસ રોકાવી ડ્રાઇવર ભાવેશભાઈને શ્નતમારી બસમાં મફત બેસવું નથીલૃ તેમ કહી ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢી મોં પર મુક્કા અને ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ નાસી ગયો હતો અને બસના ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
જોષીપરાના નંદનવન મેઇન રોડ વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષીય વિદ્યાર્થી આમિર રફીકભાઈ સુમરાને બાપા સીતારામની મઢુલી સામે આવેલ માધવ એપાર્ટમેન્ટની શેરીમાં બાઈક સાઈડમાં રાખવાના મુદ્દે મુનીર અને ૨ અજાણ્યા શખ્સે બોલાચાલી કરી પથ્થર મારી દાંત પાડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ બાદ નાસી છૂટેલા ત્રણેય શખ્સને ઝડપી લેવા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
