News of Tuesday, 10th December 2024
પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમે રાસ અને ભવાઈ કાર્યક્રમ

કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કળતિક કાર્યક્રમની મોજ માણવા મળી.પૂ. મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમમાં રાસ અને ભવાઈનું આયોજન થયું હતું.સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં પ્રસિદ્ધ રાસ અને ગુજરાતની ભવાઈએ આપણું લોકસાંસ્કળતિક મહાત્મ્ય ધરાવે છે. મહુવામાં ચાર દિવસીય જ્ઞાનસત્ર દરમિયાન શનિવાર સાંજે જેશીંગપરા અમરેલીની મંડળી દ્વારા સુંદર રાસ અને મહાકાળી ભવાઈ મંડળ બોટાદ દ્વારા ભવાઈ વેશ પ્રસ્તુત થયેલ.પૂ. મોરારીબાપુનાં સાનિધ્યમાં આ રાસ અને ઐતિહાસિક ભવાઈનું આયોજન થયું હતું. સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓને આ લોકસાંસ્કળતિક કાર્યક્રમની મોજ માણવા મળી હતી. તેમ મૂકેશ પંડિત(ઈશ્વરિયા)ની યાદીમાં જણાવાયું છે
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
