<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કચ્છમાં હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટયૂટ શરૂ થશે

યોગ, કુદરતી ઉપચાર અને આયુર્વેદ વિશે ઊંડા જ્ઞાન સાથે પ્રેક્ટિકલ કૌશલ્ય આપવામાં આવશે

ભુજ: વેલનેસ અને યોગના ક્ષેત્રે વિશ્વમાં ક્રાંતિ સર્જાઈ છે. ૨૦૧૮ એટલે કે કોવવિડ પછી વેલનેસ અને યોગનું માર્કેટ રૂ.૧ લાખ ૧૦ હજાર કરોડનું  બન્યું છે. દર વર્ષે તેમાં ૨૫ ટકાની વૃદ્ધિ થતી જાય છે. ૨૦૨૩માં આ માર્કેટ ૧૬૩૨.૫ મિલિયન યુએસ ડોલરનું હતું.

        કચ્છમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કલ્યાણજી માવજી પટેલ (શાહ) આરોગ્યધામે વેલનેસ અને યોગ દ્વારા સારવારની સેવા અધતન સુવિધા સાથે વિકસાવી છે.આ સંકુલ યોગ, કુદરતી ઉપચાર અને વેલનેસ ટ્રીટમેન્ટ માટે જગવિખ્યાત બન્યું છે. દેશ-દુનિયામાંથી લોકો અહીં આવે છે. હાલમાં રતનવીર નેચરક્યોર સેન્ટર, તારામતી વેલનેસ એન્ડ યોગા ઇન્સ્ટિટ્યૂટ અને વી ટ્રાન્સ થેરપી સેન્ટર છે.

  અહીં હવે ઓલ્ટરનેટ હેલ્પ થેરપી અને યોગના ક્ષેત્રે કેરિયર બનાવી શકે એ માટે યુવા પેઢીને તાલીમ અને શિક્ષણ આપવા પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવનાર છે. આ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં યોગ, કુદરતી ઉપચાર અને આયુર્વેદ વિશે ઊંડા જ્ઞાન સાથે પ્રેક્ટિકલ કૌશલ્ય આપવામાં આવશે.


 

(7:05 PM IST)