<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

સરધાર નજીક વાહન અકસ્‍માતમાં બિહારના લક્ષમણ પંડીતનું મોત

રાજકોટ તા. ૧૧: સરધારમાં ભાવનગર હાઇવે પર આવેલા ગાયત્રી મારબલ કારખાના પાસે રહેતાં મુળ બિહારના લક્ષમણભાઇ વાસુદેવભાઇ પંડિત (ઉ.વ.૪૩)નું વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ થયું છે.

આજીડેમ પોલીસમાં થયેલી નોંધ અનુસાર ગત તા. ૬ના રોજ લક્ષમણભાઇ પંડીતને કોઇ વાહનની ઠોકરે ચડી જવાથી ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ મોત થયું હતું. મૃતક છુટક મજૂરી કરતાં હતાં. આજીડેમ પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી.

(11:16 AM IST)