<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ભેસાણના માંડવાની સીમમાં SMCનો દરોડો, દેશી દારૂનાં મીની કારખાનાનો પર્દાફાશ

આલ્‍કોહોલ માપક યંત્ર પણ મળી આવ્‍યું, ૩ સામે ગુનો : ઉબેણ કાં ઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી'તી, ૮૦૦ લીટર કબજે સહિત ૨.૦૪ લાખનો મુદ્દામાલ કબજે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૧ ભેસાણનાં માંડવા ગામની સીમમાં સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી ઉબેણ નદીના કાંઠે દેશી દારૂ બનાવવાનું ધમધમતું મીની કારખાનું ૮૦૦ લીટર સહિત  રૂપિયા ૨.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી ૩ શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો હતો.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુરનો ભીખા ઉર્ફે બાબુ દાના મકવાણાની માંડવા ગામની સીમમાં આવેલ ખરાબાની જમીનને અડીને ઉબેણ નદીના કિનારે રાણપુરનો મોહસીન ઉર્ફે સુજી ઉમર સુમરા તથા કુંદન દિલીપ રાખસીયા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ ઉતારવાનું કામ કરતા હોવાની માહિતી મળતા સ્‍ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એસ. એચ. ગઢવીની ટીમે સોમવારની રાત્રે દરોડો પાડ્‍યો હતો.

આ કાર્યવાહીમાં રૂપિયા એક પણ ૬૦ લાખની કિંમતનો ૮૦૦ લીટર દેશી દારૂ મળી આવ્‍યો હતો. એસએમસીએ દારૂ ઉપરાંત રાંધણ ગેસના ૯ બાટલા, આલ્‍કોહોલ માપક યંત્ર, બોઇલર, નમક, ડીઝલ એન્‍જિન, પ્‍લાસ્‍ટિકના બેરલ સહિત દેશી દારૂ બનાવવા માટેના સાધનો મળી કુલ રૂપિયા ૨,૪,૧૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પ્રવળત્તિ બદલ ભીખા ઉર્ફે બાબુ મકવાણાની ધરપકડ કરી તેના ઉપરાંત મોહસીન તથા કુંદન વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:29 PM IST)