<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

પૂ. મોરારીબાપુ દ્વારા ભંડુરી પાસેના અકસ્‍માતના મૃતકોને શ્રધ્‍ધાંજલી : પરિવારને સહાય

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર તા.૧૧ : જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા ગયા છે. કેશોદ નજીક ના ગામે રહેતા આશાસ્‍પદ યુવાનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્‍યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં ૭ યુવાનોના મોત નિપજયા હતા. પૂજ્‍ય મોરારીબાપુએ તમામ મળતકોના પરિવારજનોને પ્રત્‍યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. એ ઉપરાંત ગત સપ્તાહે ભાવનગર ના એક યુવાનનું પણ અકસ્‍માતમાં મોત નિપજયું હતું તેના પરિવારને પણ રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્‍ય મોરારીબાપુએ તમામ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

(11:41 AM IST)