<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

પાલીતાણામાં ૯ મુમુક્ષુઓ સામુહીક દિક્ષા ગ્રહણ કરશે

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧: જૈનોના શાશ્વત તીર્થ શ્રી શત્રુંજય મહાતીર્થ પાલીતાણામાં વિશ્વહિત ચિંતાકારક પ્રવચન પ્રભાવક પુજય આચાર્યશ્રી પૂજ્‍ય કીર્તિ યસ સુરીશ્વરજી મહારાજા  આદિ ૪૦૦ થી શ્રમણ-શ્રમણી ભગવંતોનો ભવ્‍ય ચાર્તુમાસ પૂર્ણ થયા બાદ ૪+૨=૬ દિક્ષા પૂર્ણ થયા બાદ એકી સાથે ૯-૯ (નવ) મુમુક્ષુઓ પરિવાર અને સ્‍વજનોનો ત્‍યાગ કરી પુજય આચાર્યશ્રી વિજય કિર્તીસૂરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં તા. ૧૪/૧૨/૨૦૨૪ ને શનિવાર ના રોજ ખરતગચ્‍છ ગ્રાઉન્‍ડ-જાલોરી ભવનની બાજુમાં, તળેટી રોડ, પાલીતાણામાં જૈન દિક્ષા સામુહીક રીતે દિક્ષા ગ્રહણ કરશે.

૯-૯ (નવ) મુમુક્ષુઓમાં પાંચ ભાઈઓ  શૈલેષભાઈ (ઉ.વ.૫૭),  રૂપેશભાઈ (ઉ.વ.૫૦),  સ્‍વયંમભાઈ (ઉ.વ.૨૦),  ધૈર્યભાઈ (ઉ.વ.૧૬),  રત્‍નભાઈ (ઉ.વ.૧૪) તથા ચાર બહેનો  જયોતિબેન (ઉ.વ.૪૯), નિધીબેન (ઉ.વ.૨૬), આર્યાબેન (ઉ.વ.૨૦) અને મુમુક્ષાબેન (ઉ.વ.૧૫) છે.

આ અંગે પાંચ દિવસીય ભવ્‍ય દિક્ષા મહોત્‍સવ યોજવાનું નકકી કરેલ છે જેમાં તા.૧૦/૧૨/૨૦૨૪ ના રોજ તાાત્રપુજા, તા.૧૧ ના રોજ મૌન એકાદશીના દિવસે સવારે ૯ કલાકે સંયમ મનોરથ પુજા, બપોરે ૨:૩૦ કલાકે મૌન એકાદશીના દેવવંદન થશે. તા.૧૨ ના રોજ નિશ્રાદાતા ગુરૂ ભગવંતોનો મંગલ પ્રવેશ, સવારે ૯:૩૦ કલાકે વષા વધામણા, બપોરે ૩:૦૦ કલાકે પ્રવચન પ્રભાવકશ્રીનું પ્રવચન, સાંજે ૬ કલાકે જય તળેટીએ ભવ્‍યાતી ભવ્‍ય મહાપુજા અને ૭:૩૦ કલાકે બહુમાન સમારંભ અને સંઘ વધામણા થશે.

તા.૧૩/૧૨ ના રોજ ૯-૯ મુમુક્ષુઓની અંતિમ વર્ષીદાન યાત્રા સહરથયાત્રા તળેટી માર્ગો ઉપર ફરી મંડપમાં ઉપકરણોના ચડાવા અને પૂજયશ્રીનું પ્રવચન થશે. બપોરે ૩ કલાકે અંતિમ વાયણુ, સાંજે ૭:૩૦ કલાકે સંસારને અલવિદા કરનારા ૯-૯ પુણ્‍યાત્‍માના હૃદયસ્‍પર્શી ઉદગાર અને અંતિમ વિદાય સમારંભ યોજાશે.

તા.૧૪/૧૨ ના રોજ સવારે ૭: ૧૫ કલાકે સિંહત્‍વના ધારક પૂજય ગુરુદેવ સાથે ૯-૯ મુમુક્ષુઓનો દિશા મંડપે સિંહનાદ પ્રવેશ અને સવારે ૮:૦૦ કલાકે ૯-૯ મુમુક્ષુઓની દિશા વિધીનો મંગલ પ્રારંભ થશે. ત્‍યારબાદ પૂ.આ.શ્રી વિષયપૂજ્‍ય કીર્તિ યસ સુરીશ્વરજી મહારાજા  દરેકને રજોહરણ આપશે. તેમ દિવ્‍યકાન્‍ત સલોતએ જણાવ્‍યું હતું

(2:27 PM IST)