<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

મોરબીના કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર દ્વારા ‘કર્તવ્‍ય નંદી ઘર' ના નિર્માણના લાભાર્થે ભવ્‍ય લોકડાયરો

દેશવિદેશમાં ખ્‍યાતી પ્રાપ્ત કલાકાર કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, મીલન પટેલ સહીતના કલાકારો પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્‍ધ કરશે

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૧ : ‘કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર' માં નિઃસ્‍વાર્થ ભાવે થતી અબોલ જીવોની સેવા, દાન આપવા માટે જીવદયાપ્રેમી દાતાશ્રીઓને અપીલ

 મોરબીના કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર દ્વારા મોરબીમાં રસ્‍તે રખડતા નંદીઓ માટે એક ભવ્‍ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી તેના ભાગરૂપે  વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી એક ભવ્‍ય લોકડાયરાનું તા.૨૧-૧૨-૨૦૨૪, શનિવારનાં રોજ, રામેશ્વર ફાર્મ, ન્‍યુ એરા સ્‍કુલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં દેશવિદેશમાં ખ્‍યાતી પ્રાપ્ત કલાકાર ર્કિતીદાન ગઢવી, રાજભા ગઢવી, મીલન પટેલ સહીતના કલાકારો પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્‍ધ કરશે. જીવદયાપ્રેમી મિત્રોને ડાયરા માં પધારવા માટે કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર-મોરબી  દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. સાથમાં જ કર્તવ્‍ય સેન્‍ટરની હોસ્‍પીટલ (ઓપરેશન થિયેટર)નું પણ તારીખ ૨૨-૧૨-૨૦૨૪, રવિવારના રોજ શુભ શરૂઆત કરવામાં આવશે.

 અત્રે ઉલેખનીય છે કે, મોરબીના રવાપર-ઘુનડા રોડ  ૬ વર્ષ પહેલા ૫૦ જીવદયા પ્રેમી યુવાનો દ્વારા મોરબીમાં ઘૂનડા રોડ ઉપર ફકત પક્ષીઓ માટે એક પીંજરું બનાવવાના શુભ વિચારથી કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર બનાવવાનો વિચાર કર્યો હતો. મોરબીના જીવદયા પ્રેમીઓનો આર્થિક અને શારીરિક સહકારથી આજે કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર ના ૬ વર્ષ પૂર્ણ થયા છે.

છેલ્લા ૬ વર્ષ માં કરેલ જીવદયા પ્રવળતિઓ ની વાત કરીએ તો, અંદાજિત ૫૦,૦૦૦ થી વધુ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર,  અંદાજિત ૨૦૦૦ થી વધુ સર્પની બચાવ કામગીરી, મોરબી તથા આસપાસના ગામડાઓ માં 24x7x365 દિવસ એનિમલ હેલ્‍પલાઇન કાર્યરત, પાલતુ પ્રાણીઓ માટે રાહત ભાવ થી કર્તવ્‍ય પેટ ક્‍લિનિક, ગાય, શ્વાન અને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલીના માળા વિનામૂલ્‍યે વિતરણ, કૂવા તથા અન્‍ય જગ્‍યા એ ફસાયેલા પ્રાણીઓની ૧૦૦ થી વધુ સફળ રેસ્‍કયુની કામગીરી, ઉત્તરાયણનાં પર્વ નિમિતે પક્ષી બચાવો અભિયાન થકી ૧૦૦૦ થી વધુ ઘાયલ પક્ષીઓ ની તાત્‍કાલિક સારવાર, ચોમાસામાં દરમ્‍યાન વિવિધ  પ્રકારના રોપાનું વિનામૂલ્‍યે વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રવળતિઓ કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર દ્વારા કરવામાં આવે છે.

 કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્ર સંસ્‍થામાં ૧ મુખ્‍ય વેટનરી ડોકટર તથા અન્‍ય ૪ ડોકટરો સહિત ૨૦ જીવદયા પ્રેમી કાર્યકતાઓ ફરજ ઉપર કાર્યરત છે. કર્તવ્‍ય જીવદયા કેન્‍દ્રની રોજિંદા પ્રવળતિઓ માટે ૨ કેરટેકર છે અને સર્પ ની બચાવ કામગીરી માટે એક્‍સપર્ટ તોક રેસ્‍કિયુર પણ છે.

(2:28 PM IST)