<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

તાંત્રિક નવલસિંહે રાજકોટની યુવતિના ટૂકડા કરીને દાટેલી લાશ શોધવા અમદાવાદ પોલીસના વાંકાનેરમાં ધામા

મૃતક નગ્‍માને તાંત્રિક નવલસિંહે વઢવાણ બોલાવીને મોતને ઘાટ ઉતારી લાશ વાંકાનેર પાસે દાટી દીધી'તીઃ યુવતિના ૩ પરિવારજનોએ પણ પડધરી પાસે સામુહિક આપઘાત કર્યો હતોઃ તે ઘટના આપઘાતની કે હત્‍યાની તે અંગે પોલીસ તપાસનો ધમધમાટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૧: તાંત્રિક નવલસિંહે  રાજકોટની યુવતિના ટુકડા કરીને વાંકાનેરના ધમલપુર પાસે જમીનમાં દાટી હોવાનું ખુલતા તેના મૃતદેહને શોધવા માટે અમદાવાદ પોલીસની ટીમે વાંકાનેરમાં ધામા નાંખ્‍યા છે અને નવલસિંહે જે જગ્‍યાએ લાશ દાટી હોવાનું કહ્યું હતું તે જગ્‍યાને સીલ કરીને ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

મૃતક નગ્‍માને તાંત્રિક નવલસિંહે વઢવાણ બોલાવીને મોતને ઘાટ ઉતારી લાશને વાંકાનેર પાસે દાટી દીધી હોવાનું ખુલ્‍યુ હતું.

જયારે યુવિતના ૩ પરિવાજનોએ પણ પડધરી પાસે સામુહિક આપઘાત કર્યો હતો. તે ઘટના આપઘાતની છે કે હત્‍યાની? તે અંગે અમદાવાદ, વાંકાનેર અને મોરબી પોલીસ તપાસ શરૂ કરી છે.

રાજકોટના ૬૨ વર્ષના વળધ્‍ધ કાદરભાઈ અલીભાઈ મુકાસમ પરેશાની દૂર કરવા માટે તાંત્રિક નવલસિંહના આશરે ગયા હતા. કાદરભાઈ, તેમના પત્‍ની ફરીદાબહેન અને પુત્ર આસિફના મળતદેહો ચાલુ વર્ષે જ મે મહીનામાં પડધરી નજીક મોટા રામપર ગામે જંગલના ખરાબામાં પડેલી રીક્ષામાંથી મળ્‍યા હતા અને તમામે આપઘાત કર્યાની વિગતો સાથે પોલીસે તપાસ પૂર્ણ કરી હતી. જો કે, નવલસિંહે આ તમામને પણ પાવડર પીવડાવીને હત્‍યા કર્યાની વિગતો છે. ધ્રુજી જવાય તેવી બાબત તો એ છે કે કાદરભાઈની પુત્રી નગમાની નવલસિંહ હત્‍યા કરી મળતદેહના ટૂકડા કરી દઈને અવશેષો વાંકાનેર નજીક દાટી દીધા હતા. સરખેજ પોલીસનું કહેવું છે કે, નવલસિંહે એવી કેફીયત આપી હતી કે નગમા સાથે લાગણી બંધાઈ જતાં તેને ઘેર લાવ્‍યો ત્‍યારે પત્‍નીએ વિરોધ કર્યો હતો. પત્‍નીએ વિરોધ કરતાં નગમાની હત્‍યા કરી નાંખીને તેની લાશના ટૂકડા કરી દાટી દીધા હતા.

સરખેજ પોલીસ કહે છે કે, નગમા અને તેના પરિવારના સભ્‍યોની હત્‍યા કેસમાં નવલસિંહના પરિવારના સભ્‍યોની સંડોવણી હોવાની મજબૂત આશંકા છે. આ અંગે સ્‍થાનિક પોલીસને નવલસિંહની કેફીયતના આધારે મળેલાં તથ્‍યો અંગે બુધવારે જાણ કરાશે. વાંકાનેર નજીક નગમાના દાટી દેવાયેલા અવશેષો શોધી કાઢવા માટે સરખેજ પોલીસ બુધવારે કાર્યવાહી કરી શકે છે.

એ જ રીતે વર્ષ ૨૦૨૩માં સુરેન્‍દ્રનગરના સોની પરિવાર દિપેશભાઈ પાટડિયા, તેમના પત્‍ની પ્રફુલ્લાબહેન અને પુત્રી ઉત્‍સવીને કેનાલ પાસે જ ઝેરી પાઉડર પીવડાવી કેનાલમાં નાંખી દીધા હતા. ત્રણેયના મળતદેહ કેનાલમાંથી મળતાં આપઘાત અંગે સુરેન્‍દ્રનગર બી ડીવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

વર્ષ ૨૦૨૧માં અસલાલી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં અમદાવાદના વિવેક ભાનુભાઈ ગોહીલની હત્‍યા કરાઈ હતી તેની નવલસિંહે આપેલી કેફીયતની વિગતો અસલાલી પોલીસને અપાશે. જ્‍યારે, અંજારમાં રાજ બાવાજીની પણ પાઉડર પીવડાવીને હત્‍યા કરી હતી.

આમ, રાજકોટ જિલ્લામાં ચાર, સુરેન્‍દ્રનગર જિલ્લામાં ત્રણ ઉપરાંત અમદાવાદ અને કચ્‍છ જિલ્લામાં એક- એક મળી બહારની કુલ નવ વ્‍યક્‍તિઓની હત્‍યાની કેફીયત નવલસિંહે આપી હતી.

(3:34 PM IST)