<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

પડધરીના દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ રાજકોટના અલ્‍ફાઝને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

 

રાજકોટ તા. ૧૪: પડધરી પોલીસ સ્‍ટેશનના પ્રોહીબીશનના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને રૂરલ એલસીબી એ ઝડપી લીધો હતો.

 રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ એ પ્રોહીબીશન ના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીઓને પડકી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સપેકટર વી.વી. ઓડેદરા તથા  પો.   સબ. ઇન્‍સ. એચ.સી.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.શાખાના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ પ્રયત્‍નશીલ હોય દરમ્‍યાન મળેલ બાતમી આધારે પડધરી પો. સ્‍ટે. ના દારૂના ગુન્‍હામાં આઠ માસથી નાસતા ફરતા (૧) અલ્‍ફાઝ યુનુસભાઇ ગોઢાવીયા  ઉ.વ. ૨૮ રહે. મવડી ચોકડી શ્રીનાથજી સોસાયટી રાજકોટ ને પકડી પાડી પડધરી  પોલીસને હવાલે કર્યા હતો.

આ કાર્યવાહી રૂરલ એલસીબીના એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા,રોહિતભાઇ બકોત્રા, બાલકૃષ્‍ણ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા, કોન્‍સ , પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ, વિગેરે સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(2:14 PM IST)