<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ક્રિસમસ સુધી અતિરૌદ્ર ઠંડી નહી પડે શિયાળો છે

એટલે હવે ઠંડીનુ જોર તો રહેવાનુ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૪ :.. આ વેળા શિયાળાની ઠંડીની જમાવટ થોડી મોડી શરૂ થઇ. ઉત્તરના રાજયોમાં હાલ ડીસેમ્‍બરમાં હીમવર્ષા થઇ જયારે વિતેલા વર્ષે જાન્‍યુઆરીમાં જ ઉત્તરના રાજયો સ્‍નો ફોલથી બરફાચ્‍છિદિત થઇ ચૂકયા હતાં.

સ્‍કાયમેટના વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવત અનુસાર હવે ક્રિસમસ સુધી કોઇ મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવે તેવું જોવા મળતુ નથી. હાલ કડકડતી ઠંડીનો દૌર ચાલી રહ્યો છે. અને તેમાં આવનારા દિવસોમાં આંશિક વધારો પણ થઇ શકે છે. હાલ શિયાળો છે એટલે ઠંડીનું જોર તો રહેવાનું છે જ. પણ અતિ રૌદ્ર ઠંડીની સંભાવના ક્રિસમસ સુધી નથી. મહેશ પલાવત વધુમાં જણાવે છે કે, અલનિનો ત્રાટકશે અને અતિ રૌદ્ર ઠંડી પડશે. એ એક અફવા છે. મહેશ પલાવત વધુમાં કહે છે કે, વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આગળ નિકળી ચુકેલ છે. અને ઉત્તરના રાજયોમાં સ્‍નોફોલ વરસાવેલ છે. હવે ઉત્તરના પવનો ગુજરાત સુધી વા'તા રહેશે જેથી ઠંડીનો પારો ઉતરે એ સ્‍વભાવિક છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સિસ્‍ટમ દક્ષિણના રાજયોમાં પ્રવેશ કરશે. અને અરસાગરથી પસાર થશે. જો કે તેની કોઇ અસર ગુજરાતમાં નહીં પડે મહારાષ્‍ટ્રમાં પૂર્વીય પવનો વા'તા હોઇ ગુજરાતની સરખામણી એ ત્‍યાં ઠંડીનું પ્રમાણ ઓછુ જોવા મળશે.

(2:15 PM IST)