તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Saturday, 14th December 2024
બગદાણામાં રાત્રિના દવે પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠ
વક્તા સંજયભાઈ ડી. ભટ્ટ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે સુંદરકાંડના પાઠ રજૂ કરશે

રાજકોટ તા.૧૪ : ભાવનગર જિલ્લાના આસ્થાના પ્રતિક-યાત્રાધામ બગદાણાધામ ખાતે વિશ્વ વંદનીય સંત શિરોમણી પૂ. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં રાજકોટના જીગ્નેશભાઈ દવે (એરપોર્ટ) પરિવાર દ્વારા આજે તા.૧૪ ને શનિવારે રાત્રિના ૮:૩૦ વાગ્યાથી સુંદર કાંડના પાઠનુ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વક્તા તરીકે સંજયભાઈ ડી. ભટ્ટ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે સુંદરકાંડના પાઠ રજૂ કરશે.
આ તકે ભાવનગર ખાતે તા. ૪ અને ૫ જાન્યુઆરીના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના ‘નાત તેંડુ ૨૦૨૫' નું આયોજન કરાયુ છે
તેની નિમંત્રણ પત્રિકાનું આજે સાંજે બાપા સીતારામના નાદ સાથે બગદાણા ખાતે જીગ્નેશભાઈ પ્રવિણભાઈ દવે (એરપોર્ટ વાળા)ના હસ્તે વિમોચન થશે. આ તકે ભાવનગરના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ જ્ઞાતિ મંડળના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિતના ઉપસ્થિત રહેશે
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
