News of Saturday, 14th December 2024
કાલે જામજોધપુરના ઘનુડાના સતપુરણ ધામ આશ્રમે પુનમ નિમિતે પુ.જેન્તિરામબાપાનો સત્સંગ
સોૈરાષ્ટ્ર ગુજરાત મુંબઇથી ભાવિકો ઉપસ્થિત રહી ધર્મ લાભ લેશે

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪ જામજોધપુર તાલુકાના ધનુડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે આવતીકાલે રવિવારના રોજ પુનમ નિમિતે પુ.જેન્તિરામબાપાનો સત્સંગ યોજાનાર છે.
જેમાં આજના તંરાવ યુકિતજીવન માં સુખશાંતિઅને પ્રસન્ન અવસ્થામાં આનંદમય જીવન કેમ જીવાય આધી વ્યાધી અને ઉપાધીના ત્રિવિધ તાપમાંથી મુકત થઇ પોતાના મુળ સ્વરૂપને કેમ ઓળખાય અને નિરાકાર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કેમ કરાય અને ધ્યાન સમાધી જેવા ગહન યોગ અંગે પુ. જેન્તિરામબાપા સત્સંગ દ્વારા અનુભગવત માર્ગદર્શન આપશે.
આ પ્રસંગે ગુજરાત સૌરાષ્ટ્ર મુંબઇ સહિતના પ્રાંતોમાંથી સત્સંગીઓ સત્સંગનો લાભ લેવા આવનાર હોય હાલ શિયાળો ઠંડીનો માહોલને ધ્યાનમાં લઇ પ્રત્યેક ભાવિકો માટે ભોજન પ્રસાદ અને આવાસ નિવાસની પુ. બાપાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ રાજેશભાઇ તથા હિતેષભાઇ અને કમલેશભાઇ સહિતના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
