<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

કાલે જૂનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે પુનમની ઉજવણી

મંદિરના શિખર પર નૂતન ધ્‍વજારોહણ મહાપૂજા અભિષેકનું આયોજન

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: જવાહરરોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારા યણ મુખ્‍ય મંદિર ખાતે આવતી કાલે પુનમની ઉજવણી થનાર છે.

ચેરમેન પીપી સ્‍વામી અને કોઠારી પ્રેમસ્‍વરૂપદાસજીએ જણાવ્‍યું હતું કે પુ. દેવનંદનસ્‍વામીના માર્ગદર્શન હેઠળ દર મહિને પુનમની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સવારે સિધ્‍ધેશ્વર મહાદેવ સહિત સ્‍થાપીતદેવાની મહાપૂજા અને મંદિરના શિખર પર નુતન ધ્‍વાજારોહણ કરવામાં આવશે પુનમને લઇને ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાંથી દર્શનાર્થીઓ પુનમ ભરવા આવતા હોય અને આજે પણ સિધ્‍ધેશ્વર મહાદેવ દરેકભકતોની મનોકામના પુર્ણ કરતા હોય ત્‍યારે પુનમના દર્શનનું અનેક મહત્‍વ રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર જનતાને પણ દર્શનનો લાભ લેવા પ્રફુલભાઇ કાપડીયાએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યુ છે.

(1:44 PM IST)