<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

જામનગરની ઘટના : મારી બહેન સાથે કયાં ગયો હતો તેમ કહેતા અજાણ્‍યા બાઇકચાલકે માર માર્યો : બે અકસ્‍માતમાં બેના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૪: અહી સીટી બી પોલીસ સ્‍ટેશનમાં ગૌતમભાઈ હિરાભાઈ ખીમસુરીયા, ઉ.વ.૩૮, રે. ભીમવાસ શેરી નં.૩, રામદેવપીર મંદિરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ગૌતમભાઈ ભીમવાસ ફોજી ધાબાની સામે રોડ પર કુતરાને લઈને ચાલવા જતા હોય ત્‍યારે એક અજાણ્‍યો મોટરસાયકલ ચાલક ફરીયાદી ગૌતમભાઈની બહેનને તેની મોટરસાયકલમા બેસાડી મુકવા માટે આવતા ફરીયાદી ગૌતમભાઈએ કહેલ કે તુ અત્‍યારે મારી બહેન સાથે કયા ગયો હતો તેમ કહેતા અજાણ્‍યા મોટરસાયકલ ચાલક એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ફરીયાદી ગૌતમભાઈને જેમફાવે તેમ ગાળો આપતા ફરીયાદી ગૌતમભાઈએ ગાળો આપવાની ના પાડતા ફરીયાદી ગૌતમભાઈનો કાથલો પકડી નીચે પછાડી દઈ શરીરે કમરના ભાગે તથા પગ પર જેમ ફાવે તેમ લાતો મારી ફરીયાદી ગૌતમભાઈને મુંઢ ઈજાઓ કરી ધમકી આપી ગુનો કરેલ છે.

ફોરવ્‍હીલ કાર પલ્‍ટી મારી જતા

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં માલદેભાઈ રામાભાઈ ચાવડા, ઉ.વ.૬૦, રે. માધવબાગ-૧, સાંઢીયા પુલ પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર હાઈવે રોડ ચેલા ગામથી આગળ એસ.આર.પી. કેમ્‍પ પાસે હાઈવે રોડ પર આરોપી ફોર વ્‍હીલ મોટરસાયકલ નં.જી.જે.૧૦-ડી.આર.-૬૦૭૩ નો ચાલક સુનિલ શિયારામ મહતો એ પોતાની ફોરવ્‍હીલ કાર પરથી કાબુ ગુમાવી ગાડી રોડથી નીચે પલ્‍ટી ખવડાવી ગાડીમાં બેસેલ મેહુલ માલદેભાઈ ચાવડાને ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી તથા રાકેશ સિતારામ  અને મુના પંડીતને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ કરી તથા આરોપી ફોરવ્‍હીલ કારનો ચાલક સુનિલ શિયારામ મહોતએ પોતાને માથામા તથા મોઢામાં ઈજાઓ કરી ગુનો કરેલ છે.

પતિને માર માર્યાની રાવ

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં પ્રભાબેન ધીરૂભાઈ ગગજીભાઈ વાઘેલા, ઉ.વ.૪પ, રે. નવાગામ, વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ વિજયભાઈ અજમલભાઈ વાઘેલા, દિનેશભાઈ અજમલભાઈ વાઘેલાએ ફરીયાદી પ્રભાબેનના પતિ ધીરૂભાઈ ગગજીભાઈ વાઘેલા, ઉ.વ.૪પ વાળાનો ધંધો માલઢોર લે-વેચનો હોય અને તે ધંધા બાબતે આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી આરોપી વિજયભાઈએ પોતાના હાથમા રહેલ લોખંડનો સળીયો ફરીયાદી પ્રભાબેનના પતિ ધીરૂભાઈના માથાના ભાગમાં મારતા લોહી નીકળતા તથા માથાના ભાગે પાંચ ટાકા આવતા તથા આરોપી દિનેશભાઈએ  ફરીયાદી પ્રભાબેનના પતિ ધીરૂભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

રોડ ક્રોસ કરતા રાહદારીને હડફેટે લેતા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મનીષાસિન્‍હા બિલમકુમાર સિન્‍હા, ઉ.વ.૩૩, રે. મણીભદ્રવીલા ઘર નં.૪૮, લાખાબાવળ ગામ, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, મનીષાસિન્‍હાના દિયર આશુતોષકુમાર વિજયકુમાર સિન્‍હા ઉ.વ.૪પ વાળા જામનગર ખોડીયાર કોલોની સંજીવની મેડીકલ સ્‍ટોરમાં દવા લેવા જતા હોય ત્‍યારે રોડ ક્રોસ કરતા હોય ત્‍યારે આરોપી કોઈ અજાણ્‍યા વાહન ચાલકે ઠોકર મારી એકસીડન્‍ટ કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મૃત્‍યુ નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

આબરૂ લેવાની કોશીષ

 અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ઉ.વ.૪૦ વાળી મહિલાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તેના ઘરે હાજર હતા તે વખતે આરોપી જાવેદ જમાલભાઈ ખુંભીયા એ તેના ઘરમાં ગેરકાયદેસર ગુન્‍હાહીત પ્રવેશ કરી આબરૂ લેવાનો પ્રયાસ કરી ફરીયાદી બેનનો દિકરો વચ્‍ચે બચાવવા પડતા તેની  સાથે જપાજપી કરી મુંઢ ઈજા કરી ફરીયાદી બેનના ઘરનો સામાન ફેકી તોડફોડ કરી નુકશાન કરી ગુનો કરેલ છે.

(2:10 PM IST)