<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

જૂનાગઢ ભવનાથ તળેટી સ્‍થિત શ્રી પંચ દશનામ જૂના અખાડા ખાતે દતજયંતિની ઉજવણી કરાશે

દત ભગવાનની પાદુકા મુજબ સાથે દત ભગવાનની પાલખી સાથે સાધુ સંતોની રવેડી નિકળશે

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: શ્રીશ્રી ૧૦૦૮ ગિરનાર પીઠાધિશ્વર શ્રી જયશ્રી કાનંદગીરીજી મહારાજ શ્રીશંભુ પંચ દશનામજૂના અખાડા શ્રી બુધ્‍ધગીરીબાપુ થાનાપતિ દ્વારાની આગેવાની હેઠળ અન્‍ય ભારત વર્ષથી સાધુ સંતો ૨૦૧૩ થી દતજયંતિ ઉજવે છે. જે નિમિતે આવતી કાલે રવિવાર  સવારે ૯-૧૫ કલાક ના રોજ દંતજયંતિ દતપાદુકા પુજન અને જુના અખાડાથી સાધુ સંતો સાથે દત ભગવાનની પાલખી સાથે રવેડી વાજતે ગાજતે બેન્‍ડ પાર્ટી સાથે રવેડી નિકળશે જે દતચોકથી થઇ મૃંગીકુડમાં થઇ ભગવાનને સ્‍નાન કરાવી જૂના અખાડા ખાતે પરત ફરશે.

 તો આપ્રસંગે ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લેવા પુ. જયશ્રીકાનંદગીરી જી એ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(4:59 PM IST)