<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

સુરેન્‍દ્રનગરમાં નશાની હાલતમાં પત્‍નીને છરીના ઘા ઝીંકયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬ :..   સુરેન્‍દ્રનગર જિલ્લાના રતનપર વિસ્‍તારમાં દારૂના સેવન કરી આવેલા પતિ સાથે બોલાચાલી થયા બાદ પતિએ પત્‍ની ઉપર જ જીવલેણ હુમલો કરતા પત્‍નીના કપાળના ભાગે છરી વાગતા તેમને હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે અને કપાળના ભાગે ચાર જેટલા ટાંકા આવી જવા પામ્‍યા છે. જોકે આ પ્રકારનો કારસો રચ્‍યા બાદ પતિ ફરાર બની ગયો છે તેની પણ શોધખોળ જોરાવરનગર પોલીસે હાથ ધરી છે.

ભોગ બનનાર મહિલાએ થોડા સમય પહેલા જ સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વિભાગને રતનપર વિસ્‍તારમાં દારૂ વેચાણ બંધ કરવા અંગે રજૂઆત કરી હતી - છતાં દારૂનું વેચાણ થતા તેનો પતિ દારૂનું સેવન કરતા આ પ્રકારની  ઘટના બની છે.

(11:48 AM IST)