<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતોના ટોટલ પેન્‍ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૩.૬૩ ટકાનો ઘટાડો

‘‘ઉજાસ - એક આશા ની કિરણ''પ્રિ-લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્‍પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૨૪૬ કેસો મુકવામાં આવ્‍યા હતા જેમાંથી કુલ ૧૨૫ કેસોનો સુખદ નિવેડો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકા દ્વારા સમગ્ર દેવભૂમિ દ્રારકા  જિલ્લા માં સને-૨૦૨૪ ની અંતિમ રાષ્‍ટ્રીય લોક-અદાલતનુ સફળતા પુર્વક આયોજન કરવામાં આવેલ અને તેમાં અત્‍યાર સુધી નું રેકોર્ડ બ્રેક પરીણામ મેળવેલ છે. જેમાં ર્ં૩૮૩ર્૯ં કેસોનો સુખઃદ નિવેડો લાવવામાં આવેલ જેમાં ૩,૩૦૩૨,૫૩૦/-રકમના હુકમો કરવામાં આવેલા કેસો પુરા કરવામાં આવેલ હતા. દેવભૂમિ દ્રારકા જિલ્લાની અદાલતો ના ટોટલ પેન્‍ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૩.૬૩  કા નો નોંધાયેલો મહત્તવનો રેકર્ડબ્રેક ઘટાડો થઈ દેવભૂમિ દ્વારકા અલગ જ્‍યુડીસિયલ જિલ્લો અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ ૦૮ વર્ષ નું સર્વ શ્રેષ્ઠ પરિણામ મળેલ છે.

ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭,  સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્‍ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્‍હી તેમજ રાજય લેવલે હાઇકોર્ટ ની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના  પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટ ના  ચીફ જસ્‍ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલ ના ડાયરેકશન અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના  એક્‍ઝિકયુટિવ ચેરમેન  (સિનિયર મોસ્‍ટ જસ્‍ટીસ ઓફ ગુજરાત હાઇકોર્ટ) જસ્‍ટીસશ્રી બિરેન વૈશ્વવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્‍ટ્રેટિવ જસ્‍ટીસ એચ.એસ. પ્રચ્‍છક ના માર્ગદર્શન અને ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્‍બર સેક્રેટરી શ્રી આર.એ.ત્રિવેદી  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા ના ચેરમેન  એસ.વી.વ્‍યાસ  ની સીધી દેખરેખ હેઠળ ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લા માં આવેલ તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૪ ની અંતિમ રાષ્‍ટ્રીય લોક-અદાલત તેમજ સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.

કુલ ૨૯૩૪ કેસો કુલ મુકવામાં આવ્‍યા હતા. જેમાંથી કુલ ૨૧૭૧ કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્‍યો જેના કુલ ૨,૬૭,૩૨,૮૯૭ રકમના હુકમો થયેલ.

આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો, વૈવાહિક તકરારો અંગે ના કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનુ પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કુલ૨૧૭ કેસો મૂકવામાં આવ્‍યા હતા જેમાંથી કુલ ૧૫૪૩  કેસો માં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્‍યો જેની કુલ દાવા ની રકમ રૂ.૬૨,૯૯,૬૩૨/-થઈ હતી જે કેસો ભવિષ્‍ય માં તકરાર ઉદ્દભવતા અટકાવી સુખદ સમાધાન લાવવામાં આવ્‍યું હતું.

તે ઉપરાંત  ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્‍ટિસ  ના હસ્‍તે શરૂ કરવામાં આવેલ ‘‘ ઉજાસ - એક આશા ની કિરણ'' પ્રિ- લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્‍પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૨૪૬ કેસો મુકવામાં આવ્‍યા હતા જેમાંથી કુલ ૧૨૫ કેસો ની સમાધાન ના માધ્‍યમ દ્વારા નિકાલ કરવામાં આવ્‍યો.

 સીટીંગમાં કુલ ૩૮૩૯ કેસોનો સુખઃદ નીવેડો લાવવામાં આવેલ તથા કુર્લં૩,૩૦,૩૨,૫૩૦/- રકમના હુકમો  થયેલા હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, કલ્‍યાણપુર દ્રારા-૫૧૦, તાલુકા કાનૂની સેવા સમિતિ, ઓખા દ્રારા- ૩૭૦, તાલુકા કાનૂની સેવા સમિતિ, ભાણવડ દ્રારા-૩૦૨, તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્રારકા દ્રારા- ૩૮૩ કેસો ફેસલ કરવામાં આવ્‍યા. આમ આ નેશનલ લોક અદાલત માં કુલ ૩૮૩૯ કેસો નો સમાધાન કારી નિકાલ કરવામાં આવેલ છે.

(12:29 PM IST)