તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૧, શનિવાર
News of Tuesday, 17th December 2024
જામનગર આહીર સમૂહ લગ્નોત્સવ યોજાયો
૨૩ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયાઃ કન્યાઓને ૪૫થી વધુ જીવનજરૂરી વસ્તુઓનો કરિયાવર

જામનગર તા. ૧૬, આહીર સમાજ દ્વારા જામનગર ખાતે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, સામાજિક ઉત્થાનના ભાગ રૂપે વ્યસન મુક્તિના સંદેશ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૨૩ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. આહીર સમાજના અગ્રણીઓએ સમાજના ઉત્થાન માટે આવી પ્રેરણાદાયી પ્રવળત્તિમાં વધુને વધુ જોડાવવા અપીલ કરી હતી. કન્યાઓને વિવિધ જીવનજરૂરી ૪૫થી વધુ ચીજ વસ્તુઓ કરિયાવરરૂપે આપવામાં આવી હતી. બપોરે ભોજન સમારંભ બાદ તમામ જાનને એક સાથે વિદાય કરવામાં આવી હતી.
જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે સતત આઠ વર્ષમાં વર્ષે કરવામાં આવેલ આયોજનમાં હાલારના બંને જીલ્લાના ૨૩ નવ દંપતીઓ જોડાયા હતા. ભવ્ય મંડપમાં તમામ જાનને એક જ પરિસરમાં સમાવી લેવામાં આવી હતી. સવારે આઠ વાગ્યે તમામ જાન આવી પહોચી હતી, અને શાષાોક્ત વિધિથી જાનના ઓવારણા લઇ મંડપમાં લઇ જવામાં આવી હતી. જ્યાં હસ્ત મેળાપથી માંડી સપ્તપદીના ફેરા સુધી તમામ વિધિઓ ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી.
આહીર સમાજના અગ્રણી ભાઈઓ-બહેનોએ એક એક જાન મંડપમાં જઈ નવ દંપતીઓને ગીતાજી અર્પણ કર્યા હતા. મંડપની મધ્યે બનાવવામાં આવેલ વિશાળ સ્ટેજ પરથી આહીર સમાજના હાજર અગ્રણીઓએ સમાજ ઉત્થાન માટે સમૂહ લગ્નમાં જોડાયેલ નવ દંપતીઓના વાલીઓને વધાવી લીધા હતા. સાથે સાથે સમાજના વિકાસ માટે આગામી કરવામાં આવનારી પ્રવળતિઓ અંગે પણ ચિતાર આપવામાં આવ્યો હતો. તમામ કન્યાઓને આ વખતે ૪૫થી વધુ જીવન ઉપયોગી ચીજવસ્તુઓનો કરીયાવર કરવામાં આવ્યો હતો. વ્યસન મુક્ત સમાજ ઉત્થાનની દિશામાં સમાજની નેમ સાથે યોજાયેલ કાર્યક્રમના સમગ્ર આયોજન માટેના આર્થિક ખર્ચને પહોચી વળવા આહીર સમાજના દાનવીરોએ ઉદાર હાથ ફાળો આપી પ્રસંગને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
મંડપ પરિસર બહાર વિશાળ ગ્રાઉન્ડમાં વાહન ર્પાકિંગ, પાણી અને મોબાઈલ વોસરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળ મંડપમાં જ ચા-પાણીની વ્યવસ્થા યુવાનોએ સંભાળી હતી. સપ્તપદીના ફેરા બાદ સત્યમ કોલોની આહીર સમાજ ખાતે સુવ્યવસ્થિત ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી(
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
