તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 17th December 2024
ગોંડલમાં જુના ઝઘડાના ડખ્ખામાં તલવાર-છરી ઉડીઃ બન્ને જુથના ચાર વ્યકિતઓને ઇજા
અમારા સમાજના ઝઘડામાં કેમ વચ્ચે પડે છે? તેમ કહી માનવ ખીમસુરીયા સહિત બે ઉપર ચેતન સહિત ત્રણ શખ્સોનો હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરીયાદ :સામાપક્ષે ઇન્દુબેન અને તેના ભત્રીજા ઉપર ૩ શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરીયાદઃ છેડતી કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૭ :.. ગોંડલના ભગવતપરા હરભોલે સોસાયટીમાં જુના ઝઘડાના ડખ્ખામાં તલવાર-છરીઓ ઉડતા બન્નને પક્ષના ૪ વ્યકિતઓને ઇજા થઇ છે. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.
પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ ભગવતપરા વાછરા રોડ ઉપર ભંગારના ડેલા સામે રહેતા માનવ રાજેશભાઇ ખીમસુરીયા (ઉ.રર) એ આરોપી ચેતન ઉર્ફે ચેતુ મકવાણા રે. ભગવતપરા ગોંડલ - આદીપરમાર તથા તેના મામા વિજાભાઇ મકવાણા રહે. હરભોલે સોસાયટી ગોંડલ સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના મિત્રને બે મહિના પૂર્વે આરોપીઓ સાથે ઝઘડો થયેલ હોય તે બાબતનો ખાર રાખી ઝઘડો કરેલ હોય જેની જાણ ફરીયાદીને સાહદે રૂત્વીક વાઘેલાએ કરતા આરોપી ચેતન તથા આદીએ ઘર પાસે જઇ ફરીયાદીને કહેલ કે, અમારા સમાજના ઝઘડામાં શુ કામ વચ્ચે પડે છે ? તેમ કહી તલવાર જેવા હથિયારથી ફરીયાદી તથા તેના મિત્ર રૂત્વીક ઉપર હુમલો કરી ઇજા કરી હતી. તેમજ આરોપીના કૌટુંબીક કાકા વિજાભાઇએ આવી ફરીયાદી તથા સાહેદને મારમારી જાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહયા હતાં.
સામા પક્ષે ઇન્દુબેન દિલીપભાઇ પરમાર રહે. ભગવતપરા હરભોલે નિલકંઠ સોસાયટીએ આરોપી રૂત્વીક વાઘેલા રે. હરભોલે સોસાયટી, આયુષ ગોહેલ રે. કોળીવાળી ભગવતપરા તથા માનવ ખીમસુરીયા રહે. વાછરડા રોડ ભગવતપરા ગોંડલ સામે સીટી પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પુત્રને બે મહિના પૂર્વે આરોપી નં. ૧ તથા ર સાથે ઝઘડો થયેલ હોય તે બાબતનો ખાર રાખી લગ્નમાં ભેગા થતા માથાકુટ કરેલ ત્યારબાદ આરોપી નં. ૧ તથા ૩ એ ફરીયાદીના ઘર પાસે જઇ ફરીયાદીના પુત્ર આદિત્ય તથા તેના કૌટુંબિક ભત્રીજા ચેતન સાથે મારામારી કરતા ફરીયાદી વચ્ચે છોડાવવા પડતા આરોપી રૂત્વીકે ફરીયાદીના ભત્રીજા ઉપર છરીથી હુમલો કરી ઇજા કરી હતી. તેમજ ફરીયાદીને ઇજા કરી ફરીયાદીના પુત્રને પતાવી દેવાની ધમકી આપી તેમજ આરોપીએ ફરીયાદીની શારીરિક છેડતી કરી હતી. ગોંડલ પોલીસે બન્ને ફરીયાદો અંગે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
