News of Tuesday, 17th December 2024
મોરબીના બેલા ગામે દારૂ અને નોનવેજ વેચાણ કરનાર શખ્સોનો આતંક..! ગ્રામજનોની કલેકટરને રજુઆત

મોરબી : બેલા ગામે દારૂ અને નોનવેજનું ગેરકાયદે વેચાણ થતું હોય, ઉપરાંત આ વેચાણ કરતા શખ્સો ધમકી પણ આપતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. આ મામલે મેહુલ જયેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે બેલા ગામે દારૂ અને નોનવેજનું ગેરકાયદેસર રીતે ધોમ વેચાણ થાય છે. આ વેચાણ કરતા શખ્સોને વેચાણ બંધ કરવા તેઓએ કહ્યું હતું. આ શખ્સોએ એકસીડેન્ટમાં મારી નાખવાની ધમકી પણ આપી છે. જેથી આ મામલે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને ગ્રામજનોએ આવેદન આપ્યું છે. જો તંત્ર દ્વારા આગામી ૭ દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો જનતા રેડ કરવામાં આવશે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
