<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ઠારમાં ઉત્તરોતર વધારોઃ ગિરનારમાં સિઝનની સૌથી વધુ ઠંડીઃ ૪.૯ ડીગ્રી

નલીયા ૭.પ, રાજકોટ ૯.૩, જામનગર ૯.૬, અમરેલી ૯.૮ ડીગ્રી લઘુતમ તાપમાન : મોડી રાત્રીથી શરૂ કરીને આખો દિવસ શિયાળાનો માહોલ યથાવતઃ દરરોજ ઠંડીમાં ઠુંઠવાતા લોકો

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠાર અને ઠંડીમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. આજે ગિરનાર પર્વત ઉપર સૌથી વધુ ઠંડી ૪.૯ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જયારે નલીયા ૭.પ, રાજકોટ ૯.૩,  જામનગર ૯.૬, અમરેલીમાં ૯.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.  આજે સવારે તાપમાનમાં જોરદાર ઘટાડો થતાં જૂનાગઢના ગિરનાર પર્વત પર ૪.૯ ડિગ્રી ઠંડી સાથે સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા હિમાલય જેવું વાતાવરણ થઈ ગયું હતું.

મંગળવારે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૨.૧ ડિગ્રી નોંધાયા બાદ રાત્રિનું તાપમાન ઘટીને ૧૩.૮ ડિગ્રી થઈ ગયું હતું અને આજે સવારે લઘુતમ તાપમાન નો પારો ૨.૨ ડિગ્રી નીચે ઉતરીને ૯.૯ ડિગ્રી સ્‍થિત થતાં સમગ્ર જુનાગઢ શહેર અને સોરઠ વિસ્‍તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્‍યું હતું.

ગિરનાર પર્વત પર ઠંડીનો પારો નીચે ઉતરીને ૪.૯ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્‍તાર હિમાલયમાં ફેરવાઈ ગયો હતો. આજે સવારે સીઝનની સૌથી વધુ ઠંડી રહેતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો ભારે મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.

જૂનાગઢમાં ૯.૯ ડિગ્રી ઠંડી નોંધાવવાની સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી અને લોકોના સામાન્‍ય કામકાજ અને વ્‍યવહાર પર વ્‍યાપક અસર થઈ હતી.

સવારથી ૬.૨ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફુકાતા લોકો વધુ ઠુઠવાય ગયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૯.૬, મહત્તમ તાપમાન ર૬, ભેજનું પ્રમાણ ૬૮ ટકા, પવનની ગતિ ૭.૬ કિ. મી. રહી હતી. (પ-૧૩)

કયાં કેટલી ઠંડી

શહેર                     લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત     ૪.૯ ડીગ્રી

અમદાવાદ ૧૪.૮  ડીગ્રી

અમરેલી    ૯.૮  ડીગ્રી

બરોડા             ૧ર.૮  ડીગ્રી

ભાવનગર  ૧૪.૪  ડીગ્રી

ભુજ        ૧૦.૬  ડીગ્રી

દમણ              ૧૪.૪  ડીગ્રી

ડીસા               ૧ર.૮  ડીગ્રી

દીવ        ૧પ.૦  ડીગ્રી

દ્વારકા              ૧૬.ર  ડીગ્રી

ગાંધીનગર ૧ર.૦  ડીગ્રી

કંડલા              ૧૩.પ  ડીગ્રી

નલિયા             ૭.પ  ડીગ્રી

ઓખા              ૧૮.૬  ડીગ્રી

પોરબંદર   ૧૦.પ  ડીગ્રી

રાજકોટ     ૯.૩  ડીગ્રી

સુરત              ૧પ.ર  ડીગ્રી

સુરત કેવીકે એન. એ.

વેરાવળ    ૧૬.૬  ડીગ્રી

જામનગર  ૯.૬  ડીગ્રી

(10:58 AM IST)