તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 18th December 2024
ભાણવડના જસાપરના ૩૦ વર્ષિય વિજયનું જાંબુસરમાં વિજકરંટથી મોત
અજયભાઇની વાડીએ રહી મજૂરી કરતો હતોઃ લાઇટ જતા ડીઓ બદલાવતો હતો ત્યારે ઓચીંતો પાવર ચાલુ થઇ જતાં દાઝી ગયો'તોઃ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: દેવભુમિ દ્વારકા તાબેના ભાણવડના જસાપર ગામે રહેતાં વિજય માથુરભાઇ ધંધુકીયા (ઉ.વ.૩૦) નામના યુવાનને ગત ૮મીએ તે નજીકના જાંબુસર ગામે અજયભાઇ લાખાભાઇ કોળીની વાડીએ હતો ત્યારે વિજકરંટ લાગતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
વિજય ત્રણ ભાઇમાં મોટો અને કુંવારો હતો. તે જાંબુસર ગામે અજયભાઇની વાડીએ થોડા સમયથી રહીને ત્યાં જ મજુરી કરતો હતો. આઠમી તારીખે લાઇટ જતાં તે ડીઓ બદલાવી રહ્યો હતો તે વખતે જ ઓચીંતો પાવર આવી જતાં ઝાટકો લાગતાં દાઝી ગયો હતો. સારવાર કારગત ન નીવડતાં આજે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ ભાણવડ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
