News of Wednesday, 18th December 2024
પડધરીના રંગપર પાટીયે કારની ઠોકરે ચોટીલા ચિરોડાના ધનજીભાઇનું મોત
રેતીના પ્લાન્ટમાં મજૂરી કરતાં હતાં: ચિરોડા ઘરે જવા નીકળ્યા ત્યારે અકસ્માતઃ રાજકોટમાં મૃત્યુ થતાં ચાવડા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: પડધરીના રંગપરના પાટીયા નજીક ચાલીને જઇ રહેલા ચોટીલાના ચિરોડા ગામના ધનજીભાઇ ઉકાભાઇ ચાવડા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ ગઇકાલે સાંજે એક કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.ધનજીભાઇ છ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને સંતાનમાં બે પુત્રી તથા બે પુત્ર છે. તેઓ કેટલાક સમયથી પડધરીના રંગપર ખાતે રેતીના પ્લાન્ટમાં મજૂરી કરતાં હતાં. ગત સાંજે પોતાના ઘરે ચિરોડા જવું હોઇ પ્લાન્ટ ખાતેથી ચાલીને નીકળ્યા હતાં. આગળ રોડ પરથી વાહન પકડવાનું હતું. પરંતુ રંગપરના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે કારની ઠોકરે ચડી ગયા હતાં. કાર ચાલકે ઉભા રહી ૧૦૮ બોલાવી હતી અને તેમને હોસ્પિટલે ખસેડયા હતાં. રાજકોટમાં મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
