તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 18th December 2024
જસદણ ડેપોના એસ.ટી. ડ્રાઇવરે ઝાલોદમાં બસમાં જ આત્મહત્યા કરી
ડેપો મેનેજર સામે આક્ષેપોઃ તેઓને કોઇ ત્રાસ આપતુ ન હતુ છતા આક્ષેપો કર્યા છે તે તપાસનો વિષયઃ ડેપો મેનેજર ભાવના ગોસ્વામીનું નિવેદન

રાજકોટ તા.૧૮: મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ-ડાભલા ગામના ગજેન્દ્રસિંહ ચાવડા રાજકોટના જસદણ ડેપોમાં ફરજ બજાવતા હતા. તારીખ ૧૫ ડિસેમ્બરના રોજ જસદણથી એસટી બસ પેસેન્જર ભરીને ઝાલોદ જવા રવાના થઇ હતી, જે બસ ૧૬ ડિસેમ્બરની વહેલી સવારે ૬:૪૫ વાગ્યાની આસપાસ ઝાલોદ એસટી બસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં પેસેન્જરોને ઉતારી બસ ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા બસમાંથી ઉતરી રેસ્ટ રૂમમાં ગયા હતા, ત્યાં થોડીવાર રોકાયા બાદ ફરીથી બસમાં આવ્યા હતા. આ દરમિયાન બસમાં કોઈ ન હોવાથી બસના ઉપરના ભાગે આવેલા હૂકમાં કપડું લગાવી ગળે ફાંસો ખાધો હતો.
ડોક્ટરે મળત જાહેર કર્યો
રેસ્ટ રૂમમાં ડ્રાઇવર પરત ન ફરતા કંડક્ટરે શોધખોળ કરી હતી. છેલ્લે કંડકટર પાર્ક કરેલી બસમાં જઈને જોયું તો ત્યાં ડ્રાઇવર ગળાફાંસો ખાધેલી હાલત જોવા મળ્યા હતા. ત્યારબાદ બસ સ્ટેશનના કર્મચારીઓ અને અન્ય બસના ડ્રાઈવરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક નીચે ઉતારી સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં હાજર તબીબે તપાસ કરી મળત જાહેર કર્યા હતા.
પરિવારજનો દોડી આવ્યા
ઘટનાની જાણ થતાં મળતકના પરિવારજનો ઝાલોદ ખાતે દોડી આવ્યાં હતાં અને આપઘાત મામલે મળતકના ભાઈ નાગેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, જસદણ ડેપોના મેનેજર મારા ભાઈને ખૂબ જ ત્રાસ આપતા હતા, રજા પણ આપવામાં આવતી ન હતી. દરરોજ અલગ અલગ રૂટની બસ આપવામાં આવતી હતી. આવા અનેક પ્રકારની ત્રાસ આપતા હતા.
ડેપો મેનેજર પર આરોપ લગાવ્યો
મળતકના કાકાએ જણાવ્યુ કે, ગજેન્દ્રસિંહ મારો ભત્રીજો થાય છે, જસદણ ડેપોના મેનેજર ત્રાસ આપે છે, તેવું બે-ત્રણ વાર મને પણ ઘરે આવીને કહ્યું હતું. મોત પાછળ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને મારા ભત્રીજાને ન્યાય મળવો જોઈએ.
ડેપો મેનેજરનું નિવેદન
જસદણ ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ગજેન્દ્રસિંહ ચાવડા ખૂબ સારા માણસ હતા, તેઓ વ્યવસ્થિત રીતે નોકરી પણ કરતા હતા. એમને કોઇ પણ પ્રકારનો ત્રાસ આપવામાં આવ્યો નથી. રજાનો પણ કોઇ જ પ્રશ્ન જ નહોતો. પરિવારજનોએ જે આક્ષેપ કર્યા એ તપાસનો વિષય છે.
પોલીસ અધિક્ષકનું નિવેદન
ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સમગ્ર ઘટના મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિવારજનોના નિવેદન લેવાના હજી બાકી છે, નિવેદન લીધા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.(૨.૭)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
