<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિતેશભાઈ દવેના લઘુબંધુ મનીષભાઈનુ અવસાન

એસ.ટી.કર્મચારી રમણીકભાઈ દવેના પુત્ર તથા સ્વર્ગસ્થ પત્રકાર રાજેશભાઈ દવે, પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ દવેના લઘુબંધુના નિધનથી ઘેરો શોક : કાલે બેસણુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : વિસાવદર એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી રમણીકભાઈ જી.દવેના પુત્ર અને વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ-જાણીતા એડવોકેટ-નોટરી નિતેશભાઈ દવે તથા સ્વર્ગસ્થ પત્રકાર રાજેશભાઈ દવે તથા પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ દવેના ભાઈ મનિષભાઈ રમણીકભાઇ દવે (ઉ.વ.૪૪)નું  તા.૧૬-૧૨-૨૦૨૪ સોમવારે અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રામાં સગા-સબંધીઓ-જ્ઞાતિજનો-વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા અને શોકાંજલી અર્પણ કરી હતી.

સ્વર્ગસ્થ મનીષભાઈનુ બેસણુ તા. ૧૯-૧૨-૨૦૨૪ ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ દરમિયાન નિવાસસ્થાન: ગાયત્રી પ્લોટ, વિસાવદર ખાતે રાખેલ છે. નિતેશભાઈ આર.દવે (મો.૯૪૨૭૪ ૪૬૬૨૩), નિલેશભાઈ દવે (મો.૯૪૨૭૭ ૩૬૧૦૦)

(11:29 AM IST)