<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

અને વિધર્મી ભૂવાઓનો ઇરાદો સગીરાને અન્‍ય રાજ્‍યમાં ઉપાડી જવાનો હતો...:નિતેશ પાંડે

વાયરલ કિસ્‍સાની વિશેષ વિગતો કે લોકો જે જાણવા ઇચ્‍છે છે તે અકિલા સમક્ષ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી વર્ણવે છે પોરબંદરમાંથી બુરખો ખરીદવા પણ બન્ને આરોપીઓ દ્વારા પ્રયાસ થયેલ, આરોપીના મામાંએ પણ સાથ આપેલ. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતળત્‍વમાં પીએસઆઈ કિંજલ મારું સહિતની ટીમની સત્‍વરે કાર્યવાહીથી કબ્‍જો મેળવી લેવાયો.....ભીતરની કથા

રાજકોટ તા.૧૮ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભાણવડ પોલીસ સ્‍ટેશનના હદના વિસ્‍તારમાં રહેતી સગીર વયની દીકરીને શારીરિક નબળાઈ હતી.આ મામલે મોડપર ગામના એક વિધર્મી ભૂવાનો સમ્‍પર્ક થયેલ.   ઉકત વિધર્મી ભૂવા દ્વારા અગરબત્તીના ધૂપ દ્વારા શારીરિક નબળાઈ દૂર થશે તેમ જણાવી આ કિશોરીને પોતાના ઘેર બોલાવવામાં આવતી, આ કિશોરીનાં ઘેર પણ ધૂપ વિધિ કરવાનાં બહાને ભૂવો પોહચી જતો.આ રીતે પ્રેમભરી વાતો કરી  સગીરાને ફસાવેલ. તાજેતરમાં તેના ઘેરથી લલચાવી અપહરણ કરેલ. પ્રથમ દિવસ પોતાના ઘેર રાખી બીજા દિવસે કૌટુંબીક મામાને ત્‍યાં પોરબંદરના વિધર્મી ધાર્મિક સ્‍થળે રાખેલ.               

આ સમગ્ર મામલે બીજા જ દિવસે ફરિયાદ થતાં અને આ બાબતની જાણ દ્વારકા એસપી નિતેશ પાંડેને થતાં જ dysp હાર્દિક પંડીયા ટીમ ,પીએસઆઈ કિંજલ મારું વિગેરે અધિકારીની ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્‍સ આધારે કબ્‍જો મેળવેલ.                

અકિલા સાથેની વાતચીતમાં દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેએ ઉકત વાયરલ કિસ્‍સા અંગે વિશેષમાં જણાવેલ કે ઉકત મામલામાં બન્ને વિધર્મી ભૂવા તથા તેમના મામાનો ઇરાદો સગીરાને હૈદરાબાદ, બેંગલોર જેવા સ્‍થળે ઉપાડી જય ત્‍યાં લગ્ન કરવાનો હતો, પોરબંદરની બજારમાંથી બુરખો ખરીદવા માટે પણ તજવીજ કરેલ, પણ ભાણવડ પોલીસ દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી કારગર નીવડી અને ભૂવાનાં કબજામાંથી સગીરાને છોડાવી આરોપીઓનાં બદ ઇરાદા પર ઠડું પાણી રેડી દીધેલ.

(3:34 PM IST)