<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ભાવનગરમાં ઠંડીના પ્રકોપમાં થોડી રાહત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૮ :.. ગોહિલવાડ પંથકમાં બે દિવસ ઠંડીનો પ્રકોપ રહ્યા બાદ ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન  બે ડિગ્રી ઉચકાતા ઠંડીમાં થોડી રાહત અનુભવાય છે.

આજે બુધવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૪. ૪ ડીગ્રી નોંધાયું છે. જ્‍યારે સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૫૬ ટકા રહ્યું હતું અને પવનની ઝડપ આઠ કિ.મી પ્રતિ કલાકની રહી હતી.

(11:48 AM IST)