<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

સુરેન્દ્રનગર જીલ્લાના બે પોલીસ કર્મચારીઓની બદલી

વઢવાણ, તા. ૧૮: સુરેન્દ્રનગર રાજકોટ વિભાગ કચેરી અધિક્ષક આર.કે.ચુડાસમા દ્વારા રેન્જ હેઠળ જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લાઓમાં વહીવટી કારણોસર જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૨ પોલીસ કર્મચારીની દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગરના બળવંતસિંહ મનુભાઇ ચૌહાણ, આર્મ લોકરક્ષક સુરેન્દ્રનગર પ્રશાંતભાઇ ખીમાભાઇ સરાની દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે. આથી આ કર્મચારીઓને તાત્કાલિક બદલીવાળી જગ્યાએ હાજર થવા છૂટા કરવા તેમના અધિકારીઓને સૂચના આપી તે અંગે જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

(11:53 AM IST)